Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

December 4th, 2009 Leave a comment Go to comments

પેટ ભરવા માટે પોતાનું જ મોઢું ચલાવવું પડે છે. ભણવા માટે પોતાની જ બુદ્ધિ કામ આવે છે.

બીજાના મુખ દ્વારા કોઈનું પેટ કદી ભરાયું છે? બીજાની બુદ્ધિથી કોણ વિદ્વાન બન્યું છે?

આત્મિક પ્રગતિની આકાંક્ષા પણ પોતાના જ સાધનાત્મક પુરુષાર્થથી પૂર્ણ થાય છે.

*****

ભકત એ નથી, જે ભગવાનના નામનું રટણ કરતો રહે છે,

પરંતુ તે છે જે એની પ્રજાને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પોતાની સગવડોનો ત્યાગ કરે છે.

*****

પરમાર્થ કરો અને તેને કૂવામાં નાખો. ઉપકારોનો ઢંઢેરો પીટશો નહિ.

પરમાર્થનું પરિણામ ભલે બિલાડીના ટોપની જેમ ન ઊગે,

પરંતુ તેનાં મૂળ ધરોની જેમ સદા સજીવ રહે

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.