Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

December 3rd, 2009 Leave a comment Go to comments

જીવનનો એક પક્ષ સંઘર્ષ પણ છે.

અંદરના કુવિચારો તથા બહારના અનાચારો એવા છે,

જેમની સાથે લડયા વિના

માત્ર ભલમનસાઈના આધારે

તેમને હરાવી શકતા નથી.

******

આપણો એકમાત્ર શિક્ષક છે આદર્શ.

તેનું શિક્ષણ લેનારા

વિધાર્થીઓ નરરત્ન બની જાય છે.

આ સ્કૂલ કરતાં બીજી કોઈ શિક્ષણ સંસ્થા મહાન નથી.

*****

જે હંમેશા શંકાશીલ રહે છે

તેની સમસ્યાઓ વધતી જ જાય છે.

શંકા અશુભ ભવિષ્યની કલ્પનાઓ ઘડીને

સામે ઊભી કરી દે છે અને પછી તે કલ્પનાના

ભૂતથી ડરી જાય છે તથા જે સહજ શકય હતું

તેને મુશ્કેલ બનાવી દે છે.

જીવનમાં  અધ્યયન,મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.