જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ
જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ
જિંદગી સંગ્રામ છે
આજે આદર્શોની વાત કહેવા-સાંભળવા પૂરતી જ રહી ગઈ છે. કથા કહેવા, સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય એ માન્યતા જ સરળ લાગે છે. કઠોર કાર્ય સાથે સંબંધ જોડતા બધા ડરે છે. પછી પોતાનો માર્ગ એકલાના નિશ્ચયથી કઈ રીતે બને? “ એકલા ચાલો” વાળું ગીત ગાવામાં ઉત્સાહવર્ધક છે, પણ તેને કરી બતાવવામાં છઠ્ઠીનું દૂધ યાદ આવી જાય છે.
આપણા પોતાના કુસંસ્કાર જ લોભ, મોહ તથા અહંકારની બેડીની જેમ બંધન બની જાય છે. આ બંધનોને તોડી ન શકાય તો કમ સે કમ શિથિલ તો કરવાં જ પડશે. નહિ તો નથી સંકલ્પ જાગતો કે નથી તો પ્રયત્ન થઈ શકતો, જેના સહારે નવસર્જનના સંદર્ભમાં કંઈક કહી શકાય એવું પરાક્રમ થઈ શકે. તેઓ પોતાની આંતરિક દ્વિધાને દૂર કરે છે, પોતાનો માર્ગ પોતે જ બનાવી લેવાં કટિબદ્ધ થઈ જાય છે તેના માટે સંભવ છે કે ‘ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યં, ત્યક્તોત્તિષ્ઠ પરંતપ’ વાળા ગીતાસારને જીવનમાં ઉતારી શકે.
વરિષ્ઠતાની કસોટી
વરિષ્ઠ તેઓ કહેવાય, જે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે જ કરી શકે. સાથેસાથે બચેલી શક્તિનો ઉપયોગ બીજાઓને ઉગારવામાં કરી શકે. મહત્વ તેનું જ છે. નદીના પ્રચંડ પ્રવાહને પડકાર ફેંકનાર નાવિક ન હોય તો ભયાનક આફતમાં લોકો નદી કિનારે અસહાય ઊભા બનીને રહે છે.
પુરૂષાર્થ તે નાવિકનો છે, જેની માંસ પેશીઓ હલેસાંને બંને હાથે પકડીને નાવમાં બેઠેલાને પાર ઉતારવાનું વિશ્વાસભર્યુ અભયદાન આપે છે. પાર ઊતારવા માટે વ્યાકુળ એવા મોટા ટોળાની તુલનામાં એક નાવિક શ્રેષ્ઠ છે. ભગવાન કોઈને ભલે સંપન્નતા આપે, પણ જો તેની પર સાચી અનુકંપા વરસાવે તો તેને એક નાવિક જેવી વરિષ્ઠતા પ્રદાન કરે છે.
ઉત્થાન –
પતન વ્યક્તિના ઉત્થાન – પતનની ધરી એક જ કેન્દ્ર પર ટકેલી છે કે તેણે પોતાની જાતને ક્યા બીબામાં ઢાળી છે અને કઈ દિશામાં આગળ વધારી છે. તેમાં બીજાની ભાગીદારી નથી હોતી. આપણે સારા કે ખરાબ જે રસ્તે ચાલીએતેમાં સાથી-સહયોગી તો મળી જ રહે છે.
આ દુનિયામાં ન તો ભલાઈની કમી છે કે ન તો બૂરાઈની. પસંદગી આપણે છે, હિંમત આપણી છે અને સહાયતા દુનિયાની. આ તથ્યને જેઓ સ્વીકારે છે તેઓ જ ખરેખર યથાર્થવાદી છે. બીજાઓ તો અમસ્તા જ હવાના ઝપાટાની સાથે સૂકાં પાંદડાંની જેમ ગમે તે દિશામાં ઊડીને ગમે ત્યાં પહોંચી જાય છે.
શૂરવીર બનો.
શૂરવીર તેને કહેવાય છે, જે સત્યના માર્ગે એકલો ચાલી નીકળે. વિરોધ ગમે તેટલો મોટો હોય, ગમે તેટલા ઘનિષ્ઠ પ્રિયજનો દ્વારા કરવામાં આવ્યો હોય, પરંતુ જે સત્યને સર્વોપરી માનીને દરેક દબાણની સામે ઝૂકવાનો ઈંકાર કરી શકે, આંધળાં ઘેટાંનાંગમે તેટલાં ઝુંડ ભલેને ખાડામાં કેમ ન પડે, પરંતુ પોતાનો માર્ગ પોતે બનાવી લે અને એકલો ચાલી નીકળે એવા સિંહનાં વખાણ થાય છે.
નવનિર્માણના આગેવાનોની સાહસિકતા આવી કક્ષાની હોવી જોઈએ. સૌ પ્રથમ એમણે પોતાની ખોટી માન્યતાઓને બદલી નાખવી જોઈએ. અગ્રદૂતોની સાહસિકતા એ સ્તરની હોવી જોઈએ. તેનું પ્રથમ ચરણ પોતાની અવાંછનીય માન્યતાઓને બદલી નાખવામાં અને કાર્યપદ્ધતિમાં આવશ્યક ફેરફાર કરવા માટે એકવાર સંપૂર્ણ મનોબળ એકઠું કરી લેવું જોઈએ અને બીજાની નિંદા કે સ્તુતિની, વિરોધ કે સમર્થનની ચિંતા કર્યા વિના નક્કી કરેલાં માર્ગે એકલા ચાલી નીકળવું જોઈએ.
આવાં મોટાં કદમ જેઓ ઉઠાવી શકતા હોય તેમની પાસે તુગપરિવર્તનના મહાન અભિયાનમાં વાસ્તવિક યોગદાનની આશા રાખી શકાય.
સાહસ બતાવો
કર્તવ્ય-અકર્તવ્યની ગૂંચ કંઈ બહુ મુશ્કેલીભરી નથી. માનવ-જાવનનો સદુપયોગ કે દુરુપયોગ શેમાં છે તે જાણવું કંઈ અઘરું નથી.
આજ સુધી જે સાંભળ્યું, સમજ્યા તથા વિચાર્યુ છે તેની મદદથી એવો કાર્યક્રમ સરળતાથી બનાવી શકાય કે આપણે પોતાને આજના કીચડમાંથી નીકળીને કાલના સુવર્ણ સિંહાસન પર બેઠેલા જોઈ શકીએ. આપણે એ જાણતા નથી એવું નથી.
વાત માત્ર સાહસના અભાવની છે. કંજૂસાઈ, સંકુચિતતા તથા ડરપોકપણું આપણને ત્યાગ અને બલિદાનનું કોઈ સાહસપૂર્ણ કદમ ઉપાડવા નથી દેતાં.
જો આ વર્તુળને તોડી નાખવાનું કોઈનાથી શક્ય બને તો આપણા સાહસના બળે જ નરમાંથી નારાયણ બની શકાય.
હિંમત પેદા કરો
ભાગ્યોદય, વરદાન, અનુગ્રહ, ઉદારતા, અનુકંપાના નામે ઘણું બધું મળવવાની ઈચ્છા થાય છે, પણ આ બધું ભેગું થઈને પણ ઝાકળબિંદુઓના કણોથી અધિક કંઈ નથી બની શક્તું. મોતી તો પરસેવામાંથી ટપકે છે. દોલત તો હાથ ભેગી કરે છે. પ્રગતિ માટે હિંમતથી ઓછામાં કામ ન ચાલે. કોઈ ગમે તેટલો સરંજામ ભેગો કરી લે, પણ એને સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કર્યા વિના કંઈ કામ નથી લાગતો. શક્તિનો મહિમા તો ખૂબ છે, પણ માત્ર તે તેની પાસે જ રહે છે, જે તેના સુસંચાલનની વિધાનો જાણકાર હોય.
વરિષ્ઠતાની કસોટી
વરિષ્ઠ તેઓ કહેવાય, જે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે જ કરી શકે. સાથેસાથે બચેલી શક્તિનો ઉપયોગ બીજાઓને ઉગારવામાં કરી શકે. મહત્વ તેનું જ છે. નદીના પ્રચંડ પ્રવાહને પડકાર ફેંકનાર નાવિક ન હોય તો ભયાનક આફતમાં લોકો નદી કિનારે અસહાય ઊભા બનીને રહે છે.
પુરૂષાર્થ તે નાવિકનો છે, જેની માંસ પેશીઓ હલેસાંને બંને હાથે પકડીને નાવમાં બેઠેલાને પાર ઉતારવાનું વિશ્વાસભર્યુ અભયદાન આપે છે. પાર ઊતારવા માટે વ્યાકુળ એવા મોટા ટોળાની તુલનામાં એક નાવિક શ્રેષ્ઠ છે. ભગવાન કોઈને ભલે સંપન્નતા આપે, પણ જો તેની પર સાચી અનુકંપા વરસાવે તો તેને એક નાવિક જેવી વરિષ્ઠતા પ્રદાન કરે છે.


Recent Comments