આજનું ચિંતન
સંસારમાં ત્રણ સન્માન સૌથી મોટાં છે,
— સંત,
— સુધારક,
— શહિદ
*****
જો બીજા કોઈને રોકી ન શકો તો કમ સે કમ પોતાની જીભ પર અંકુશ રાખો, જેથી તે કટુવચન કહેવાની ઉદ્દંડતા કરી ન શકે.
*****
જે માત્ર પોતાના અનુભવોને પ્રાથમિકતા આપે છે અને તેમને જ સર્વસ્વ માને છે તે મૂર્ખતા કરે છે.
જે બીજાના અનુભવોનો લાભ લે તે બુદ્ધિશાળી છે અને જે પોતાના કે બીજાના કોઈના અનુભવોનો લાભ ન ઉઠાવે
તેને માત્ર પશુ જ કહેવામાં આવશે.
આ સંકલિત વિચારો જીવનમાં અધ્યયન,મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિજીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે.
Categories: સુવિચાર


Recent Comments