Home > પં.શ્રીરામ શર્મા આચાર્ય > પ્રેરણા દાયક પ્રવચન : કર્મ યા પાખંડ

પ્રેરણા દાયક પ્રવચન : કર્મ યા પાખંડ

December 2nd, 2009 Leave a comment Go to comments

પ્રેરણા દાયક પ્રવચન : કર્મ યા પાખંડ

કાર્ય શરૂ ન કરવા માત્રથી મનુષ્ય નિષ્કામ અવસ્થાનો આનંદ પાપ્ત કરી શક્તો નથી. માત્ર શરીર દ્વારા નિષ્ક્રિય થઈ ગયા તો એનાથી શો લાભ ? કારણ કે મોક્ષ અને બંધનનું કારણ તો મન છે. કર્મફળથી અનાસક્ત રહેવું.

આળસુ બનીને બેસી ના રહો. ફળની બાબતમાં આપણો અધિકાર નથી. મહેનત કર્યા પછી પણ ફળ મળશે જ એ નક્કી નથી. કદાચ જો ફળ પ્રાપ્ત થાય તો પણ તે પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે, એનું કારણ મહેનત નથી એમ માનીને મહેનત કરવાનું છોડી ના દેશો. કર્મ કરવું તે તમારું કર્તવ્ય છે. તેથી તમારે કર્મ તો કરવું જ જોઈએ કે તમે કર્મને છોડી શક્તા નથી. તમે કર્મ કરવા માટે વિવશ છો.

ન કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્  lકાર્યતે હ્યવશ: કર્મ સર્વ: પ્રકૃતિજૈર્ગુણૈ ॥

કોઈ પ્રાણી એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શક્તું નથી. પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને એણે કર્મ કરવું પડે છે. બધાં જ પ્રાણીઓ આ રીતે દરેક ક્ષણે કર્મ કરતાં રહે છે. કદાચ ઈન્દ્રિયોને આપણે કર્મ કરતી રોકીને કર્મથી વિમુખ રહી શકીએ, પરંતુ મનને રોકી શકતા નથી. તે તો તેના તાણાવાણા વણ્યે જ રાખે છે. તો પછી ઈન્દ્રિયો પાસે કોઈ કામ ન કરાવવાનો મતલબ નથી. જે મૂર્ખ બુદ્ધિવાળો મનુષ્ય કર્મેન્દ્રિયોને કર્મ કરતાં રોકીને મન દ્રારા વિષયોનું ચિંતન કરે છે તે પાખંડી છે.

  1. No comments yet.
  1. No trackbacks yet.