Archive

Archive for December, 2009

પ્રેરણા દાયક પ્રવચન : શક્તિનો સંચય કરો

December 31st, 2009 No comments

શક્તિનો સંચય કરો

જીવન એક પ્રકારનો સંગ્રામ છે. એમાં ડગલેપગલે વિપરીત પરિસ્થિતિઓ સામે તથા મુશ્કેલીઓ સામે લડવું  પડે છે. મનુષ્યે અનેક વિરોધી તત્વોને ચીરીને પોતાની યાત્રા ચાલું રાખવી પડે છે. જ્યાં પર નજર નાખીને ત્યાં આપણે શત્રુઓથી ઘેરાયેલાં છીએ એવું લાગશે. “ દુર્બળ લોકો સબળ લોકોનો ખોરાક છે” આ કડવા સત્યનો લાચાર થઈને સ્વીકાર કરવો પડે છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય છે. મોટાં વૃક્ષો આસપાસનાં નાના છોડવાઓનો ખોરાક ખેંચી લે છે અને તેથી પેલા નાના છોડવાઓ મૃત્યુના મુખમાં પહોંચી જાય છે. નાનાં જીવડાંને પક્ષીઓ ખાય જાય છે અને એ પક્ષીઓને બાજ જેવાં મોટા પક્ષીઓ મારી ખાઈ છે. ગરીબ લોકોનું અમીરો શોષણ કરે છે અને બળવાન દુર્બળને સતાવે છે.

આ બધી બાબતો પર વિચાર કરતાં આપણે એક જ નિર્ણય પર પહોંચવું પડે છે કે જો આપણે સબળ લોકોનો શિકાર ન બનવું હોય તો દુર્બળતા દૂર કરીને આપણે  એટલી શક્તિનો સંચય તો અવશ્ય કરવો જોઈએ કે કોઈ આપણને નષ્ટ ન કરી નાખેં.

સાંસારિક જીવનમાં પ્રવેશ કરતાં એક વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે ફક્ત જાગરૂક અને બળવાન લોકો જ આ દુનિયામાં આનંદમય જીવનના અધિકારી બની શકે છે.

પ્રેરણા દાયક પ્રવચન : પ્રેમનું સાચું સ્વરૂપ.

December 31st, 2009 No comments

પ્રેમનું સાચું સ્વરૂપ.

પ્રેમ અને આત્માનું ઉદ્દગમસ્થાન અંતરાત્મા જ છે. એને પરમાત્માની સાથે જોડવાથી જ અપાર અને સ્થાયી આનંદ પ્રાપ્ત થઈ શકે છે. સાંસારિક નાશવંત વસ્તુઓના ખભે જો આત્મીયતાનો ભાર નાખવામાં આવે તો એ નાશવંત વસ્તુઓનો નાશ થતાં સહારો છૂટી જાય છે અને તેથી તેમના ખભે નાખેલો બોજ એકદમ નીચે આવી જાય છે. એના પરિણામે ખૂબ ચોટ લાગે છે અને આપણે ઘણા સમય સુધી તરફડીએ છીએ. ધનનો નાશ થતાં, પ્રિયજનનું મૃત્યું થતાં કે અપયશ મળતાં કેટલાય લોકો રડતા કકળતા અને જીવનને નષ્ટ કરતા જોવા મળે છે.

રેતી પર મહેલ બનાવીને એને અજરઅમર રાખવાનું સ્વપ્ન જોનારાઓની દુર્દશા થાય છે. એવી જ દુર્દશા આ હાહાકાર કરતા પ્રેમીઓની થાય છે. ભૌતિક પદાર્થો નાશવંત છે. તેથી એમની સાથે પ્રેમ જોડવો તે એક લૂલો લંગડો અને અધૂરો સહારો છે, જે ગમે ત્યારે તૂટી પડે છે અને તે તૂટી જતાં પ્રેમીને હ્રદયવિદારક વેદના થાય છે. પ્રેમનો ગુણ તો આનંદ છે.

પ્રેમનું આધ્યાત્મિક સ્વરૂપ એ છે કે પરમાત્માને આત્માનો આધાર બનાવવામાં આવે. ચેતન અને અજરઅમર આત્માનો આધાર સચ્ચિદાનંદ પરમાત્મા જ બની શકે. તેથી જડપદાર્થો, ભૌતિક વસ્તુઓ વગેરેમાંથી ચિત્તને ખસેડીને પરમાત્મા સાથે જોડવું જોઈએ.

આ૫ણે પોતે જ આ૫ણા સ્વામી બનીએ

December 31st, 2009 No comments

આ૫ણે પોતે જ આ૫ણા સ્વામી બનીએ

તમે બીજાઓના અનર્થકારી સંદેશાઓને નકામા ગ્રહણ કરો છો. બીજાઓ જે કહે છે તેને તમે સાચું માની બેસો છો. તમે પોતે જ પોતાને દુઃખી કરો છો અને કહો છો કે બીજા કલોકો મને શાંતિ મળવા દેતા નથી. તમે પોતે જ તમારા દુઃખનું કારણ છો અને તમે જ તમારા શત્રુ છો. બીજા જે કહે છે તેને તમે માની લો છો અને એ જ કારણે તમે ઉદ્ધિગ્ન રહો છો.

સાચો મનુષ્ય ઉત્તમ સંકલ્પ કરતી વખતે એ નથી જો તો કે લોકો શું કહે છે. તે પોતાના વિચારોમાં અડગ હોય છે. સોક્રેટિસને ઝેરનો પ્યાલો આ૫વામાં આવ્યો, ૫ણ એમના વિચારોને કોઈ બદલી ના શકયું. બંદા વૈરાગીને ઘેટાનું ચામડું ૫હેરાવીને તથા મોં કાળું કરીને ગલીએ ગલીએ ફેરવ્યા, છતાં એમણે શત્રુઓની વાત ના માની.

બીજાઓના ઈશારે નાચવું, બીજાઓની મદદ ૫ર આધારિત રહવું, બીજાઓની ટીકાથી ઉદ્ધિગ્ન થવું તે માનસિક દુર્બળતા છે. જયાં સુધી મનુષ્ય પોતે જ પોતાનો સ્વામી બનતો નથી ત્યાં સુધી એનો પૂરતો વિકાસ થતો નથી. બીજાઓનું અનુકરણ કરવાથી મનુષ્ય પોતાની મૌલિકતા ખોઈ બેસે છે.

પોતે જ વિચાર કરતાં શીખો. બીજાઓના પ્રભાવમાં ના તણાશો. કર્તવ્યના કમાર્ગે આગળ વધતાં બીજાઓ શું કહેશે એની ચિંતાના કરો. જો તમારામાં એટલું ૫ણ સાહસ નહીં હોય, તો આખી જિંદગી ગુલામીના બંધનોમાં જકડાયેલા રહેશે.

અખંડજયોતિ, મે-૧૯૪૫, પેજ-૧ર૦

પ્રેરણા દાયક પ્રવચન : જ્ઞાનની ઉપાસના કરો

December 31st, 2009 No comments

જ્ઞાનની ઉપાસના કરો

જ્ઞાનથી જ મનુષ્યને આ સંસારમાં સુખ મળે છે અને એના અભાવથી બંધનમાં બંધાઈને તે દુઃખ સહન કરે છે. જેનામાં પૂર્ણ જ્ઞાન નથી તેને સફળતા મળતી નથી. જ્ઞાનમાં ઉણ૫ રહેવાથી અસફળતા મળવાના કારણે મનુષ્ય દુઃખી રહે છે. આ સંસારમાં જ્ઞાનથી વધારે ૫વિત્ર વસ્તુ બીજી કોઈ નથી. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે. ૫રમાત્મા જ્ઞાન સ્વરૂ૫ છે. જયારે જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ જાય છે ત્યારે મનુષ્ય જન્મ અને મૃત્યુનાં બંધનોથી રહિત બનીને મુક્તિ માર્ગનો યાત્રી બની જાય છે. આવો જ્ઞાની પુરુષ બધી અવસ્થામાં પોતાની જાતને ૫રમાત્માને સમર્પિત કરી દે છે.

આ૫ણે બાહ્ય વિષયોમાં જે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ તે વસ્તુતઃ આ૫ણી અંદર જ છે. સત્ય અને અસત્યની સાચી ઓળખ કરવી, પોતાને ઉ૫યોગી વસ્તુઓનો સ્વીકાર કરવો તથા બિનઉ૫યોગી ચીજોનો ત્યાગ કરવો એ બધું સાચા જ્ઞાનથી જ શકય બને છે. આ જ્ઞાન સ્વાઘ્યાય અને સત્સંગથી પ્રાપ્ત થાય છે. સદ્દગ્રંથોનો સ્વાઘ્યાય કરવો તથા જ્ઞાની સંતોનો સંગ કરવો તે મનુષ્ય જીવનને સુધારવા માટે ખૂબ જરુરી છે. જે સમાજ તથા દેશમાં સાચી જ્ઞાનીઓની સંખ્યા જેટલી વધારે હશે તેની આત્મોન્નતિ એટલી જ વધારે થશે અને તે ઈચ્છિત લક્ષને પ્રાપ્ત કરી શકશે.

આજનું ચિંતન :

December 31st, 2009 No comments

કાંટાઓની વચ્ચે જિંદગી વિતાવવાનું તમને અસહ્ય નથી લાગતું?”  ચાંદનીએ ગુલાબને પૂછયું, ફૂલે કહ્યું “ભિન્ન ભિન્ન પ્રકૃતિના લોકો વચ્ચે કાંટા પણ રહે છે, તો પછી સહિષ્ણુતા અપનાવવામાં મને જ શા માટે તકલીફ થાય?”

ભાગ્યના મોકલવાથી કષ્ટો આવતાં નથી. તેમને આપણી અણછાજતી પ્રવૃતિઓ દ્વારા આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ. ઈશ્વર તો આપણેને સુધારવા તથા પ્રતિભા નિખારવા માટે આવે છે.

દરિદ્ર તે છે, જેની તૃષ્ણા વિશાળ છે. જે થોડામાં સંતોષ માને છે તે જ સમૃદ્ધ છે અને તે જ પ્રગતિશીલ છે. મૂર્ખ એક તરફ જુએ છે, જયારે બુદ્ધિમાન બધી તરફ જુએ છે. બધાને આંખો હોય છે, પરંતુ વિવેકદ્રષ્ટિ સૌભાગ્યશાલીઓને જ મળે છે.

એ ઈશ્વરની પૂજા કરો, જેને તમે ખિસ્સામાં રાખી શકો. તેને શોધતા ફરશો નહિ,  જે સાતમા આસમાનમાં રહે છે અને એક જ ભાષા જાણે છે.

એ વાતની પરવા ન કરો કે લોકો તમને શું કહેશે. લોકો તો પોતપોતાના મનની વાત કહેશે. તેમણે રાગ કે દ્રેષનાં ચશ્માં પહેર્યા હશે તો તે પ્રમાણે જ બોલશે, એમની પ્રશંસાથી ફુલાઈ ન જાઓ અને એમની નિંદાથી ગભરાઈને લક્ષ્યથી દુર ના જશો.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

December 30th, 2009 No comments

મુગટ બનીને અભિમાન કરતા ફૂલની પ્રશંસા કેવી? એ કાંટાઓની પ્રશંસા કરો, જે ડાળીની રક્ષા કરવા માટે કમર કસીને તૈયાર રહે છે.

દિવા સ્વપ્ન જોશો નહિ, પાંખ વિના ઊડશો નહિ. એ જ કરો, જે આજની પરિસ્થિતિઓમાં કરી શકાય તેમ છે.

ફકત જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે, જે ક્યાંય પણ, કોઈપણ અવસ્થામાં અને કોઈપણ કાળમાં મનુષ્યનો સાથ છોડતું નથી.

દુ:ખથી નુકશાન ત્યારે જ થાય છે, જયારે મનુષ્ય તેનાથી ટેવાઈ જઈને દીનહીન બની જાય અને તેનાથી છુટકારો મેળવવા માટે પ્રયત્ન જ ના કરે.

વિપત્તિઓ અને અસફળતાઓની શંકાનું વિષ પીતા રહેવાથી સાહસ અને પુરુષાર્થ ખતમ થઈ જાય છે. આ પ્રકારનું અશુભ ચિંતન જેના મનમાં ચાલતું હોય છે તેઓ નિરાશ રહે છે અને ભવિષ્યને વિપત્તિગ્રસ્ત માની લઈને શોકસંતાપમાં ડૂબેલા રહે છે.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

December 29th, 2009 No comments

શ્રેષ્ઠ વ્યક્તિઓનાં ત્રણ રૂપ હોય છે -

1. પ્રમાણિક હોય તો ચિંતાઓથી મુક્ત રહે છે.

2. બુદ્ધિમાન હોય તો સમસ્યાઓથી મુક્ત રહે છે.

3. સશકત હોય તો ભયથી મુક્ત રહે

બુદ્ધિપ્રધાન પરંતુ હ્રદયશૂન્ય વ્યક્તિ ભૌતિક જીવનમાં ભલે ગમે તેટલી સફળ હોય, પરંતુ ભાવનાઓના સાગરની ચેતન લહેરો સુધી પહોંચવામાં તે અસમર્થ હોય છે.

શાંતિ માટે પ્રયત્ન કરવો જોઈએ અને પરિસ્થિતિઓ સામે યુદ્ધ કરીને પણ તે મેળવવી જોઈએ. ક્યારેક ક્યારેક બળપ્રયોગ કરીને પણ તેને સ્થાપિત કરવી જોઈએ. આ બાબત ઘર અને રાષ્ટ્ર બંનેને લાગુ પડે છે.

યાદ રાખવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ કે આ સંસારમાં મનુષ્ય માટે કોઈ વસ્તુ કે ઉપલબ્ધિ અપ્રાપ્ય નથી તથા કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે અયોગ્ય નથી. અયોગ્યતા માત્ર એક જ છે અને તે છે પોતાના પ્રત્યે અવિશ્વાસ. જો પોતાનું સાચું મૂલ્યાંકન કરવામાં આવે તો કોઈપણ મુશ્કેલી મનુષ્યને તેના લક્ષ્ય સુધી પહોંચાતાં રોકી શકતી નથી.

જગતમાં કેટલાક લોકો પોતાને જેમણે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવા જુદા માને છે. આમ વિચારવું કેટલું નુકસાનકારક છે તેનું અનુમાન ફક્ત એ વાત પરથી કરી શકાય છે કે આ પ્રકારના વિચાર જ કેટલીય વ્યક્તિઓને ઉન્નતિના શિખર પર પહોંચતાં અટકાવી દે છે. પોતાને અધૂરા તથા અલ્પ શક્તિશાળી માનનારા લોકો દેવતા કેવી રીતે બની શકે ?

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

December 28th, 2009 No comments

ચાર વાતો ભૂલવી ન જોઈએ -

1 મોટાઓનો આદર કરવો.

2. નાનાઓને સલાહ આપવી.

3. બુદ્ધિશાળીઓ પાસેથી સલાહ લેવી.

4. મૂર્ખાઓ સાથે વિવાદ કરવો નહિ.

જો પડી જાઓ તો નિરાશ ન થશો. પડી જવું ખરાબ નથી કારણ કે પડી ગયા પછી પણ ઊભા થઈ શકાય છે. જે ચઢશે છે તે જ પડે છે. ગભરાશો નહિ. ચાલો, ઊઠો અને ફરીથી આગળ વધો.

મનુષ્ય ભૂલો થી ભરેલો છે. દરેકમાં કોઈક દોષ તો હોય જ છે, તેથી બીજાના દોષો તરફ ધ્યાન ન આપતાં તેમના ગુણો ને ઓળવવા જોઈએ અને પરસ્પર હળી મળીને એકબીજાને પ્રેમપૂર્વક  સુધારતાં સુધારતાં આગળ વધવું જોઈએ.

સત્ય માર્ગ દ્વારા ઉન્નતિ કરવી જોઇએ પરમેશ્વર બધાંજ કાર્યોને બરાબર જાણે છે, તેથી કોઇ પણ વ્યક્તિ પાપ કરીને તેનાથી બચી શકતી નથી

જેઓ પાપ પસંદ કરે છે તેઓ મૂર્ખ છે અને દુ:ખ ભોગવે છે. તમારા માટે બીજો માર્ગ ખુલ્લો છે, જેમાં ભલે અડધા ભૂખ્યા રહેવું પડે, પરંતુ પાપકર્મોની નજીક જવું નહિ.

Categories: સુવિચાર Tags:

પ્રેરણા દાયક પ્રવચન : મન જીત્યું તો જગ જીત્યું.

December 27th, 2009 No comments

મન જીત્યું તો જગ જીત્યું.

મન મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. એની સાથે યુદ્ધ કરવું તે અઘરું કાર્ય છે. એની સાથેના યુદ્ધમાં એક વિચિત્રતા છે. જો યુદ્ધ કરનારો દ્રઢતાથી યુદ્ધ કરતો રહે, પોતાની ઈચ્છા શક્તિને મનના વ્યાપારો ઉપર લગાવી રાખે તો એ સૈનિકની શક્તિ ખૂબ વધે છે અને એક દિવસ તે એની પર પૂરેપૂરો વિજ્ય પ્રાપ્ત કરી લે છે.

મનને દ્રઢ નિશ્ચયમં સ્થિર રાખવાથી મુમુક્ષની ઈચ્છાશક્તિ પ્રબળ બને છે. મનનો સ્વભાવ મનુષ્યને અનુકૂળ બની જવાનો છે. એને કામ આપો. તે ચૂપચાપ બેસી શકતું નથી. જો તમે એને ફૂલો પર વિચરણ કરનાર પતંગિયું બનાવી દેશો તો તે તમને પરેશાન કરી મૂકશે. જો તમે એને ઉદ્દંડ રાખશો તો તે રાતદિવસ ભટકતું જ રહેશે, પરંતુ જો તમે એને ચિંતન કરવા યોગ્ય બાબતોમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરશો તો તે તમારો સૌથી મોટો મિત્ર બની જશે.

જ્યારે તમારા મનમાં વાસનાનો પ્રબળ વેગ જાગે ત્યારે નિશ્ચયાત્મક બુદ્ધિને જાગૃત કરો. થોડી વાર માટે મનથી અળગા થઈ તેના વ્યાપારો પર તીક્ષ્ણ નજર રાખો. બસ, વિચારશૃંખલા તૂટી જશે અને તમે તેનાથી ચલિત નહિ થાવ. મનનું કહ્યું ન માનો. આવો અભ્યાસ કરવાથી મન તમને આજ્ઞા નહિ કરી શકે, ઊલટું તે તમારો આજ્ઞાપાલક અનુચર બની જશે.

પ્રેરણા દાયક પ્રવચન : જિંદગીમાં આનંદનું સર્જન કરો

December 27th, 2009 No comments

જિંદગીમાં આનંદનું સર્જન કરો

ઊઠો, તમારી ચારેય બાજુ નવજીવનનાં બીજ વાવો, પવિત્ર વાતાવરણનું નિર્માણ કરો. જો તમે બીજાઓ સાથે દગો કરશો, જુઠૂં બોલશો, ષડ્યંત્ર રચશો, ઠગશો તો તેનાથી તમારું પોતાનું જ પતન થશે. તમે પોતાના જ હલકા, તુચ્છ અને નીચ સાબિત કરશો. તમારી બધી શક્તિઓ ખર્ચીને પણ બીજાનું બહુ અનિષ્ઠ કરી શકો નહિ, પરંતુ એ હરકતોથી તમારો પોતાનો સર્વનાશ અવશ્ય કરી શકો છો.

ઈમાનદારીને વળગી રહો અને યોગ્ય સાધનો દ્વારા તમારી ઉન્નતિ માટે પ્રયત્ન કરો. તમારી તાકાતને સંસારની સામે પ્રગટ કરો, કારણ કે બળવાનોને જ સુખી, ઉન્નતિશીલ જીવન જીવવાનો અધિકાર છે. જો તમે તમારી શક્તિનો પૂરાવો રજૂ નહિ કરી શકો તો દુનિયા તમને એક નિ:સહાય, અનાથ, દુર્બળ, અને અભાગિયો માનશે અને તમારા નામની સાથે બિચારાની ઉપાધી જોડી દેશે.

તેથી હું કહું છુ કે સંધર્ષ કરો. જીવતા રહેવા માટે તથા પોતાના અધિકારો પ્રાપ્ત કરવા અને એમનું રક્ષણ કરવા માટે સંધર્ષ કરો. વિશ્વાસ રાખો, આ આત્મોન્નતિના ધર્મયુદ્ધમાં તમને એ આનંદ મળશે કે જે દુનિયાની બીજી કોઈ વસ્તુથી મળતો નથી. મરેલાંની જેમ જીવવા કરતા એક વીરનું થોડીક ક્ષણો માટે જીવવું પણ વધારે સારું છે.