Archive

Archive for November, 2009

આત્મનિર્ણયની દિશા

November 26th, 2009 No comments

આત્મનિર્ણયની દિશા

પરિવર્તનની સચ્ચાઈ

પરિવર્તન અનાયસે જ એની મેળે થઈ જવાનું નથી.  જાદુઈ લાકડી ફેરવીને કોઈ સંત, દેવદૂત કે અવતાર આ બધું નહિ કરી જાય.  તેને માટે કરોડો લોકોએ કઠોર પ્રયત્નો કરવા પડશે અને દરેક જાગૃત આત્માએ મુશ્કેલીઓની સામે ઝઝુમવા માટે રીંછ, વાનરોની જેમ સાહસિક બનવું પડશે.  આ મહાઅભિયાનનું નેતૃત્વ લેવા માટે મહાન ભાગ્યશાળીઓની આજે અત્યંત આવશ્યકતા છે કે જેઓ ઈશ્વરીય ઈચ્છા, યુગની  આવશ્યકતા અને વિશ્વનાં સુખશાંતિને માટે પોતાના તુચ્છ સ્વાર્થોનું  બલિદાન આપીને નવનિર્માણની ઐતિહાસિક ભૂમિકા નિભાવીને પોતાને ધન્ય બનાવી શકે.

પરિવર્તન અંદરથી થાય :

અત્યારે વિલાસ, સંગ્રહ અને અહંકારની લાલસા દરેક વ્યક્તિ પર ઉન્માદી આવેશની જેમ છવાઈ ગઈ છે.  વાસના, તૃષ્ણા વિના બીજું કંઈ જ દેખાતું જ નથી.  સંકુચિત સ્વાર્થ અને અહંકારને માટે દરેક જણ ગમે તે કરવા તૈયાર છે.  જાણે ઔચિત્ય અને વિવેકને તો તિલાંજલિ જ આપી દીધી છે.  આ ઢાંચો જ્યાં સુધી ચિંતન અને વ્યવહારમાં આ રીતે ચાલું રહેશે ત્યાં સુધી બધે વ્યાપેલા દુ:ખથી છુટકારો મેળવવો અઘરો છે.  આંતરિક પરિવર્તન થઈ શકે તો બહારની પરિસ્થિતિઓ બદલાઈ જવામાં બિલકુલ બહુ વાર નહિ લાગે.

અંદરના શેતાનને કાઢો

સ્મરણની જેમ વિસ્મરણ પણ મનુષ્યના સ્વભાવ સાથે જોડાયેલું છે, પરંતુ એ દુર્ગુણ આપણા આત્મગૌરવને, ઓજસ, તેજસ અને વર્ચસને ભુલાવી દે એટલી હદે પહોંચી જાય તેને શું કહેવું? આજે કંઈક આવું જ સંમોહન-વશીકરણ કોઈ શેતાન દ્વારા કરી નાખવામાં આવ્યું છે, જેનાથી વ્યક્તિ પોતાને હતાશ, દીન, દુર્બળ, અસહાય, અભાગી વગેરે માની લે છે. જો તેને પોતાની જીવનશક્તિ પર વિશ્વાસ હોત, તો ગમે તેવી મુશ્કેલીઓને પડકાર ફેંકી અત્યાર સુધીમાં તો ન જાણે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત.

આંતરિક મહાભારતને જીતો :

જેના જીવનમાં લોભ, મોહ, અહંકાર, અપવ્યય, આળસ, ક્ટુવાણી, શિસ્તનું ઉલ્લંઘન જેવી અનેક બુરાઈઓ ઘૂસી ગઈ છે, એના કારણે એની પ્રગતિનો માર્ગ રોકાઈ જાય છે.  તેથી આત્મસુધાર માટે આપણા પૂર્વગ્રહો સાથે પણ સંઘર્ષ કરવાની જરૂર છે.  બધી શક્તિ સ્વાર્થ સાધવામાં જ ખર્ચી નાખવી, લોકમંગલ માટે સમયદાન અને અંશદાન આપવાના કર્તવ્યપાલનમાં બહાનાં બતાવતા રહેવું એ પણ કમનસીબી છે.  તેને ગમે તે ભોગે પણ દૂર કરવી જોઈએ.  પૂરેપૂરી શક્તિથી લડતા અર્જુનની જેમ આપણે પણ આંતરિક મહાભારતને જીતવા માટે કમર કસવી જોઈએ.

આત્મનિરીક્ષણ કરો :

આપણે આત્મનિરીક્ષણ તરફ આગળ વધીએ. આપણા પોતાના ભૂત, વર્તમાન અને ભવિષ્ય દ્વારા પણ જ્ઞાન મેળવવું જોઈએ. માત્ર અધોગામીઓ તરફ ન જોતાં પવન અને અગ્નિની જેમ ઉપર ઉઠનાર વ્યક્તિઓ તરફ પણ ધ્યાન આપવું જોઈએ. તે તરફ પણ જોવું જોઈએ કે જે માર્ગ મહામાનવોએ અપનાવ્યો છે અને ઉત્કૃષ્ટ આદર્શવાદિતાના માર્ગે ચાલીને અનુગામીઓને એવો માર્ગ બતાવ્યો છે કે જેનું અનુકરણ કરીને તેનો પોતાને તથા પોતાના સાથી સહચરોને પણ ધન્ય બનાવી શકે. જો સમજદારી હોય તો આપણે એવા નિર્ણય પર આવવું જોઈએ કે પતનના માર્ગ તરફથી પાછા વળીને ઉત્થાનનો માર્ગ અપનાવવો જ કલ્યાણકારી છે.

આપણે બદલી શકીએ છીએ

લોકોના દ્રષ્ટિકોણ, જીવનક્રમ અને તેમના પ્રયત્નોનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો તેમાંથી મોટે ભાગે રાવણ, કુંભકર્ણ, મારીચ, કંસ, દુર્યોધન, જરાસંઘ, હિરણ્યકશ્યપ, વૃત્રાસર તથા ભસ્માસુરના વંશજો જોવા મળશે.  એમાં અંતર માત્ર એટલું જ છે કે શક્તિ તથા સામર્થ્યના અભાવે તેઓ મનમાની કરી શકતા નથી. તેમની પ્રવૃત્તિઓ તો એ કક્ષાની જ છે.  સૂર્પણખા, તાડકા, ત્રિજટા, સુરસા, પૂતના, તથા મંથરા ઘેરેઘેર છે.  અંતર સાધન અને અવસર ન મળવા જેટલું જ છે.  આ લોકોની વચ્ચે રહેવા છતાં કમલપત્રની જેમ નિર્લેપ રહેવું જોઈએ.

સુદામા, કેવટ, હનુમાન ભાગીરથ જેવાનોનું અનુકરણ કરવામાં નુકસાન થશે એવું ન વિચારવું જોઈએ.  કૌશલ્યા, સુમિત્રા, ઉર્મિલા, કુંતી, મદાલસા, મીરા, સંઘમિત્રા વગેરેનો માર્ગ અપનાવવામાં કોઈ નુકસાન નથી.  પાછલું જીવન તુચ્છ અને હલકું રહ્યું હોય, તો પણ ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. વાલ્મીકિ, અંગુલિમાલ, બિલ્વમંગલ, અજામિલ જેવા બદલાઈ શકે છે. આમ્રપાલી તથા વાસવદત્તાની કથાઓ બતાવે છે કે સામાન્ય સ્તરની, નિમ્નકક્ષાની નારી પણ આંતરિક પરિવર્તન થતાં વિશ્વવિભૂતિ બની શકે છે.  આદર્શવાદી પરિવર્તનને માટે જીવનનું દરેક ક્ષેત્ર, સંસારનો દરેક ખૂણો ખાલી પડ્યો છે.

પરિવર્તનના શ્રીગણેશ કરીએ

યુગપરિવર્તનનો શુભારંભ આપણો દ્રષ્ટિકોણ નક્કી કરવામાં અને કાર્યોને પ્રકાશવાન બનાવવાના રૂપમાં થવો જોઈએ. એન્જિનિયર હોય તો ભવન બનાવે, ડૉકટર હોય તો હૉસ્પિટલ ચલાવે, શિક્ષક હોય તો બાળકોને ભણાવે. સેનાપતિ હોય તો સિપાહીની જેમ લડે.  આગેવાન માર્ગ માત્ર બતાવાતો નથી, પરંતુ તેને બનાવે પણ છે. જો તે સાચા રસ્તે જતો હશે અને પોતે સીધો હશે તો તે માર્ગ પર ચાલનાર વ્યક્તિઓની કમી નહિ હોય.  મુશ્કેલી તો માત્ર પ્રારંભ કરવામાં હોય છે.  કામ શરૂ થઈ જાય પછી તો મોટા મોટા  ઉધોયો મુનીમ અને ગુમાસ્તાઓ પણ ચલાવી શકે છે.

યુગસર્જનમાં મુખ્ય ભૂમિકા જેઓ  અગ્રગામી છે તેમની છે. અર્થાત્ પોતાના વ્યક્તિત્વ ને પ્રયત્નોમાં જેમણે એવી આદર્શવાદિતા ભરી દીધી હોય કે તેને જોઈને અનુકરણ કરવાનું સાહસ દરેક જણને થઈ આવે.  યુગપરિવર્તનના શ્રી ગણેશ આપણા વ્યક્તિગત ક્ષત્રમાં આપણે પોતે જ કરવાના છે.  આપણે એવું બીબું બનવાનું છે, જેથી આપણા સંપર્કમાં આવનારા બરાબર આપણા જેવા જ બનતા જાય.

આપણે બદલાઈશું તો યુગ બદલાશે.

‘હમ બદલેંગે યુગ બદલેગા’ આ ઉદ્દઘોષમાં નિદાન અને ઉપચાર એમ બંને પક્ષોનો સમાવેશ છે.  પરિસ્થિતિઓને બદલવા માટે, મન:સ્થિતિને તથા સમાજને સુધારવા માટે વ્યક્તિ સુધાર અનિવાર્ય છે.  દરેક વ્યક્તિને આ તથ્યથી માહિતગાર અને સહમત કરવી જોઈએ કે અત્યારે લોકમાનસની દિશાધારામાં સમગ્ર પરિવર્તનની જરૂરિયાત છે.  આજે લોકો જે રીતે વિચારે છે, માને છે અને આચરણ કરે છે તેના ઉદ્દભવ કેન્દ્રમાં એવા ફેરફારની જરૂરિયાત છે કે જેથી સડી ગયેલા ઢાંચાનો ત્યાગ કરી દઈને વિવેકનો આધાર લઈ શકે. તે માટે ત્રણ સિદ્ધાંત સૂત્રોને સમજવા અને અપનાવવાથી કામ ચાલી શકશે.

(1).   નિર્વાહમાં સંયમનો તથા સાદગીનો સમાવેશ કરવામાં આવે. સરેરાશ નાગરિક સ્તરનું જીવન જીવવામાં આવે અને શરીર નિભાવવા માટે જરૂરિયાત પૂરતું જ ગ્રહણ કરવું.

(2).  સાદગી અપનાવતાં જે ક્ષમતા અને સંપત્તિ બચે તેમને સત્પ્રવૃત્તિઓ વધારવા માટે, નવનિર્માણ માટે સમયદાન તથા અંશદાનના રૂપમાં વધુમાં વધુ ઉદારતા અને ઉત્સાહપૂર્વક સમર્પિત કરવામાં આવે.

(3),  આંતરિક અને બાહ્ય દુષ્પ્રવૃત્તિઓને ઉખેડીને ફેંકી દેવા માટે સાહસિક શૌર્ય તથા પરાક્રમપૂર્વક સંઘર્ષ કરવામાં આવે.

બીજાને ઉપદેશ આપવામાં જ કુશળ ન બનીએ.

આજે આદર્શવાદિતાની મોટી મોટી વારો કરનારા બીજાને ઉપદેશ આપવામાં જ ઘણા કુશળ છે, પરંતુ પોતાનું ઉદાહરણ રજૂ કરી શકે એવા નિષ્ઠાવાન લોકો જોવા નથી મળતા.  તેના લીધે ઉપદેશ આપવામાં કરેલો શ્રમ વ્યર્થ જાય છે અને સુધારની ઈચ્છિત આવશ્યકતા પૂર્ણ થઈ શકતી નથી.  આ અભાવની પૂર્તિ માટે જો આપણે લોકો સાહસ કરી શકીએ તો સુધારના ક્ષેત્રમાં એક નવા ઉપચારની પરંપરા શરૂ કરી શકાય.

આખરે આ પડકારને કોણ સ્વીકારે.

એક કથા પ્રચલિત છે કે બિલાડીથી બચવા માટે ઉંદરોએ તેના ગળામાં ઘંટડી બાંધવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ જયારે આ કાર્ય કરવાની જવાબદારી ઉઠાવવાનો પ્રશ્ન આવ્યો તો કોઈ ઉંદર તે માટે તૈયાર ન થયો.  આપણી પણ આ જ દશા છે. મૂઢતાથી ગ્રસિત લોકોની હા માં હા મેળવીને સસ્તી વાહવાહ તથા લોકપ્રિયતા મેળવવા ઈચ્છિએ છીએ, તો પછી નવનિર્માણના સુધારાત્મક અભિયાનને ગતિશીલ બનાવવામાં ઊભા થતા વિરોધ અને તિરસ્કારને સહન કરવા માટે કોણ આગળ આવે? તે માટે તો પ્રખર મનોબળ અને પ્રચંડ સાહસની જરૂર પડે છે. સુધારકનુ મુખ્ય કામ જનમાનસનો સુધાર કરવાનું છે.  પ્રચલિત વિકૃતિઓ, રૂઢિઓ અને દુષ્પ્રવૃત્તિઓનો વિરોધ કરવાનો છે. જે લોકો આ કામ હાથમાં લેશે તેમને સ્વાભાવિક રીતે પરંપરાવાદીઓનો વિરોધ સહેવો પડશે.  આ સહન કરવાનું સાહસ તે વ્યક્તિથી નહિ થાય કે જેણે માત્ર યશ અને માન મેળવવા માટે જ સાર્વજનિક જીવનમાં પ્રવેશ કર્યો છે.


સમયનો પોકાર – જ્ઞાનયજ્ઞ :-

November 26th, 2009 No comments

સમયનો પોકાર – જ્ઞાનયજ્ઞ :-

મનુષ્યની મૂળ શકિત વિચારણા છે. એના આધારે જ પોતાની આટલી પ્રગતિ કરી શકવી એના માટે શકય બની છે. વિચારોની ઉત્કૃષ્ટતા જ એને ઉંચે લઈ જાય છે અને નિકૃષ્ટતા નીચે પાડે છે. બધી સમસ્યાઓ વિચારોની વિકૃતિથી ઉત્પન્ન થાય છે અને એમનું સમાધાન દ્રષ્ટિકોણ બદલવાથી જ થાય છે. આ૫ણે જે કંઈ સારાં-ખરાબ કામ થતાં જોઈએ છીએ, એમને વિચાર૫ઘ્ધતિથી પ્રતિક્રિયા માત્ર કહી શકાય. આ૫ણે દરરોજ જોઈએ છીએ કે એક પ્રકારનો વિચાર એકને દેવતા બનાવી દે છે અને બીજા પ્રકારનો વિચાર બીજાને દાનવની પંકિતમાં લાવીને ઉભો કરી દે છે. ખરેખર, જે જેવું વિચારે છે તે એવો જ બની જાય છે. વિચારવાની દિશામાં જ ક્રિયા બને છે અને એનું જ ૫રિણામ ૫રિસ્થિતિઓના રૂ૫માં સામે આવે છે.

૫રિસ્થિતિઓનો પોતાનો કોઈ સ્વતંત્ર આધાર નથી. એ આ૫ણા કાર્યનું ૫રિણામ માત્ર છે. આ જ રીતે કાર્ય ૫ણ પોતાની રીતે નથી થતું. વિચારોની પ્રેરણા જ આ૫ણી કાર્યપદ્ધતિ માટે પૂરી રીતે જવાબદાર હોય છે.

આ તથ્યને પૂરેપૂરું સમજી લેવાથી આજની સમસ્યાઓનું કારણ અને નિવારણ સારી રીતે થઈ શકે છે.

એ દુઃખની વાત છે કે અત્યાર સુધી આ પ્રકારનું ચિંતન નહીંવત્ થયું છે. જે થયું છે એને મહત્વ આ૫વામાં ન આવ્યું. આ૫ણા મૂર્ધન્ય લોકો એટલું જ વિચારે છે કે શાસનતંત્રના માઘ્યમથી સુવિધાનાં સાધનો વધારી લેવાથી મનુષ્ય સુખી થશે અને પોતાની સમસ્યાને હલ કરી લેશે, ૫રંતુ જોઈએ છીએ કે એ માન્યતાઓ ખોટી સિદ્ધ થઈ રહી છે. શાસનતંત્રને સુધારવા માટે જેટલો પ્રયત્ન કરીએ છીએ એટલી જ એમાં વિકૃતિઓ રહી છે.

અર્થતંત્રે નિસ્સંદેહ ઘણા પ્રકારની સંવિધાઓ ઉત્પન્ન કરી છે, ૫રંતુ ૫રિણામ ઉલટું જ આવી રહયું છે. વધેલા ધનનો દુરુ૫યોગ વધી રહયો છે અને એનાથી અ૫રાધો, રોગો તથા દ્રેષ ભરેલી ઘટનાઓ તીવ્ર થતી જાય છે. વિલાસિતાની વધી ગયેલી આકાંક્ષાઓની સામે આજીવિકા નિરંતર ઓછી ૫ડતી રહે છે અને વ્યકિત પોતાની જાતને અધિક દરિદ્ર તથા વધારે અભાવગ્રસ્ત અનુભવી રહ્યો છે. વિજ્ઞાન, શિક્ષણ, ચિકિત્સા, શિલ્પ, કલા, ૫રિવહન, વાહન વહેવાર, ઉદ્યોગ, મનોરંજન, અસ્ત્રશસ્ત્ર બધાં જ સાધનો વધી રહ્યાં છે, ૫રંતુ એના ફળસ્વરૂપે વ્યકિતની શારીરિક તથા માનસિક સ્વસ્થાતામાં સહેજ ૫ણ સુધારો થયો નથી, ઊલટી વિકૃતિ જ વધી છે. આ રીતે કાનૂનના ઢાંચા વધારવા, સુરક્ષાની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એ ૫ણ સમાજની સદ્‍ભાવના, સંગઠન, સુવ્યવસ્થા, સમર્થતા તથા પ્રગતિમાં સહાયક નથી થઈ રહ્યા. બહારથી લાબું ૫હોળું કલેવર ઉભું થયેલું દેખાય છે,

૫રંતુ અંદરથી પોલંપોલ જ નજરે ચડે છે. કહેવાતી પ્રગતિમાં મૂળ બિલકુલ કમજોર છે, થોડાક ધકકાથી ૫ણ ઉખડી શકે છે.

સ્થાયી પ્રગતિ અને સુદૃઢ સમર્થતા માટે ચરિત્રબળ હોવું જોઈએ અને એ ઉત્કૃષ્ટ વિચારણાની ભૂમિ ૫ર જ ઉગી શકે છે. આવું કાર્ય ન થવા માટે આ૫ણું નેતૃત્વ અને ચિંતન સમાન રૂ૫થી દોષતિ છે. બન્ને જણાએ તથ્યની ઉપેક્ષા કરી અને આવા જ લોભામણા ક્રિયાકલા૫ તથા ઢાંચા ઉભા કરવાની પ્રવંચના કરી છે. દોડાદોડી બહુ કરી, રેતીમાંથી તેલ કાઢવાની જેમ કશું હાથમાં ન આવ્યું. તથ્યોનો તકાજો હતો કે માનવસમાજની સામે ઉ૫સ્થિત સર્વતોમુખી,  સર્વભક્ષી સંકટોને જોવા અને સમજવામાં આવે અને વિનાશની દિશામાં ઝડ૫થી જઈ રહેલાં કદમોને રોકવા માટે કોઈ નકકર ૫ગલાં ભરવામાં આવે.

સમયના પોકાર અને યુગની આવશ્યકતાને પૂરી કરવા માટે યુગ નિર્માણ યોજના એની અનોખી રીતિનીતિ તથા કાર્યપદ્ધતિને લઈને સામે આવી છે અને પ્રસન્નતાની વાત છે કે એમનું દરેક ક્ષેત્રમાં સ્વાગત થયું છે. આ યોજનાના જ્ઞાનયજ્ઞ અભિયાને એક ચમત્કાર રજૂ કર્યો છે. વ્યકિત અને સમાજની સમસ્યાનું મુળ કારણ સમજાવવાની દિશામાં જે પ્રયત્નો કરવામાં આવ્યા છે એમને આરંભમાં ઉ૫હાસાસ્પદ માનવામાં આવ્યા, ૫રંતુ જયારે આજે ઊંડાણથી વિચાર કરવામાં આવ્યો છે અને તથ્યોને સારી રીતે સમજાવવામાં આવ્યાં તો વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. લોકો એવો અનુભવ કરવા લાગ્યા છે કે વિચાર૫દ્ધતિમાં વિકૃતિ આવવાથી જ અધઃ૫તન થયું છે. અભાવ ગરીબાઈ, શોકસંતા૫, ઝઘડા તથા દ્રેષની વિભીષિકાઓ ખૂબ વિકટ બની રહી છે. કારણને શોધવા અને તેનું નિરાકરણ કરવા માટે જયારે ઘ્યાન જ નથી આ૫વામાં આવ્યું, તો ૫છી સુખશાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનાં સ્વપ્નો સાર્થક કેવી રીતે થાય ?

યુગનિર્માણ યોજનાના જ્ઞાનયજ્ઞ અભિયાન અંતર્ગત જનમાનસને ઢંઢોળવામાં આવ્યું છે. એણે વિચાર કરવા માટે નવા આધાર અને સમસ્યાઓનાં નવાં સમાધાન રજૂ કર્યા છે, જેમનામાં વિચાર કરવાની ક્ષમતા છે એમને સમજાયું છે કે વાસ્તવિકતા એ જ છે અને જો ૫તનનો અંત અને ઉત્કર્ષનો આરંભ કરવો હોય તો આ રીતે થશે કે જેવું બતાવવામાં આવ્યું છે. “જાદુ એ કે જે માથા ૫ર ચઢીને બોલે” વાળી ઉક્તિ આ૫ણા આંદોલનના સંબંધમાં અક્ષરશઃ લાગુ ૫ડે છે. થોડાં વર્ષો પૂર્વે આ૫ણા પ્રયત્નોને સમજનારાઓની સંખ્યા લાખો સુધી સીમિત હતી તે આજે કરોડો સુધી ૫હોંચી છે અને નજીકના ભવિષ્યમાં દરેક મનુષ્ય સુધી ૫હોંચશે. જ્ઞાનયજ્ઞ અભિયાન નપુંસક નથી રહ્યું, ૫રંતુ એમાં સક્રિયતા એટલી બધી માત્રામાં ઉત્પન્ન થઈ ગઈ છે કે કાર્યકર્તાઓ અને સહયોગીઓની એક મોટી શૃંખલા કાર્યક્ષેત્રમાં ઉતરતી જાય છે. હવે આ૫ણો જ્ઞાનયજ્ઞ માત્ર પ્રચારતંત્ર નથી રહયો, ૫રંતુ એક સમર્થ આંદોલનના રૂ૫માં પોતાનાં મૂળ નાખી રહ્યો છે અને લાગે છે કે સર્વત્ર ઘ્વંસની પ્રક્રિયા ચાલી રહી છે, એની સાથે સાથે સર્જનનો રચનાત્મક આધાર લઈને એ નવનિર્માણનો ક્રમ ૫ણ ચાલી રહ્યો છે. એ આગામી દિવસોમાં એટલો પ્રબળ થઈ જશે કે ઘ્વંસની ઉદ્રંડતા સર્જનની સાર્થકતાની આગળ ઉભી નહીં રહી શકે. એ ૫ણ શકય છે કે લોકો ઘ્વંસની બિનઉ૫યોગીતા જાણે અને નવસર્જન માટે પૂરી શકિત સાથે જોડાઈ જાય. આવી સંભાવના દિવસે દિવસે વધુ ઉજજવળ થવા લાગી છે એ જોઈને સંતોષ થાય છે. સમયનો પોકાર છે કે આ પ્રયાસોમાં હજુ વધુ તીવ્રતા લાવવામાં આવે. યુગની માંગ છે કે જેમને માનવતા પ્રત્યે પ્રેમ છે, તેઓ યુગ નિર્માણના પ્રયત્નોને ઈશ્વરની પૂજા કરતાં ૫ણ વધારે મહત્વના માને. ધર્મ, દર્શન અને અઘ્યાત્મનો ૫ડકાર છે કે જેમનામાં આ ઉત્કૃષ્ટતાનાં પ્રકાશ કિરણો સાચેસાચ વિદ્યમાન હોય તેઓ યુગ ૫રિવર્તન માટે , ધરતી ઉ૫ર દેવત્વની સ્થા૫ના  કરવા માટે ભાગીરથ પ્રયત્નોમાં જોડાઈ ગયેલા જોવા મળશે. સાહસ, કર્તવ્ય અને પુરુષાર્થની કસોટી આજે એ રૂપે સામે આવી છે કે આ૫ણે એવા ત્યાગ તથા બલિદાનનો ૫રિચય આપીએ કે જેનાથી માનવીય આદર્શોનું પુનરુત્થાન થઈ શકે.

આજનું ચિંતન :

November 26th, 2009 No comments

તમારે એ શીખવું પડશે કે

આ સંસારમાં થોડી મુસીબતો છે જે તમારે સહન કરવાની છે.

પૂર્વકર્મોના ફળસ્વરૂપે આ વિધાન અટલ જ છે.

કોઈ પણ કાર્યમાં જ્યાં ગભરાટ,

થાક અને નિરાશાઓ રહેલી હોય છે ત્યાં સાથે સાથે પ્રબળ શક્તિ પણ રહેલી હોય છે.

તમારું કાર્ય પૂર્ણ કર્યા પછી એક બાજુ ખસી જાવ.

કર્મ ફળને સમયના પ્રવાહમાં વહી જવા દો.

Categories: સુવિચાર Tags:

બેઈમાની નહીં, ઈમાનદારીનો માર્ગ અપનાવીએ

November 25th, 2009 No comments

ઈમાની નહીં, ઈમાનદારીનો માર્ગ અપનાવીએ

કયારેક એવું લાગે છે કે  જલદી અને અધિક કમાણી કરવા માટે અપ્રમાણિકતાનો પ્રયોગ કરવો જરૂરી છે, કારણ કે ધનવાન લોકોમાંથી અધિકાંશ એવા દેખાય છે કે જેમના ક્રિયાકલાપમાં બેઈમાની દેખાય છે. પ્રમાણિક લોકોમાંથી ઘણાખરા ગરીબ જ દેખાય છે. તેથી સામાન્ય બુદ્ધિથી એમ સમજાય છે કે આપણે પણ જો પ્રમાણિક રહીશું તો ગરીબ બની જઈશું, કારણ કે આજે ધનની બોલબાલા છે. ધનના આધારે જ અધિકસુવિધા-સાધન, સફળત તથા સન્માન પ્રાપ્ત થાય છે. તેથી સ્થૂળ બુદ્ધિથી સ્થિતિનું અવલોકન કરનારા બહુમતિ લોકો સામાન્ય રીતે તે જ ઘરેડને અપનાવી લે છે, જે આડોશપાડોશના લોકો પણ અપનાવતા જોવામાં આવે છે. આજની વ્યાપક ક્ષેત્રમાં ફેલાયેલી બેઈમાનીનું મુખ્ય કારણ છે.

વસ્તુસ્થિતિની ઝીણવટથી તપાસ કરવાથી બુદ્ધિભ્રમ થઈ જવો સ્વાભાવિક છે. બેઈમાનીનું ગૌરવ સ્વીકારીને લોકો બુદ્ધિભ્રમથી  ગ્રસ્ત જ થઈ ગયા છે. વાસ્તવમાં એવું છે જ નહીં. બેઈમાનીથી ધન કમાઈ શકાતું નથી. કમાઈ લેવામાં આવે તો તેને સ્થિર રાખી શકાતું નથી. લોકો જે ગુણોથી કમાય છે, તે બીજા જ (ગુણો) છે. બેઈમાનીની આડમાં કોઈ અયોગ્ય લાભ લી લેવામાં આવે તો તેનો અર્થ એવો નથી કે તેનું પરિણામ લાભદાયક આવે છે. સાહસ, હૈયા ઉકલત, સૂઝબૂઝ, મધુર ભાષણ, વ્યવસ્થા આદિ એવા ગુણો છે, જે ઉપાર્જન કરે છે. બેઈમાની તો અપયશ, અવિશ્વાસ, ઘૃણા, અસહયોગ, રાજદંડ, આત્મગ્લાનિ આદિ દુષ્પરિણામો જ ઉત્પન્ન કરે છે. વસ્તુત: લોકો સદ્દગુણોના આધારે કમાય છે. બેઈમાનીનું તાત્પર્ય છે બીજાને દગો દેવો. આ ત્યારે જ શક્ય છે, જયારે તેના ઉપર ઈમાનદારીનું આવરણ ચડાવી દેવામાં આવે કોઈને ત્યારે જ છેતરી શકાય, જ્યારે તેને આપણી ઈમાનદારી અને વિશ્વસનીયતા વિષે આશ્વાસન આપવામાં આવે. જો કોઈને એવો શક થઈ જાય કે પોતાની સાથે બેઈમાની કરવા માટે તાણાવાણા ગૂંથાઈ રહ્યા છે, તો તે છેતરાશે નહીં અને ચાલાકીથી મળતો લાભ મળી નહીં શકે. બેઈમાનો ત્યારે જ લાભદાયક થઈ શકે, જ્યારે તેને ઈમાનદારીનો અંચળો ઓઢાડી સારી રીતે છુપાવી લીધી હોય. અસલિયત પ્રગટ થઈ જાય છે ત્યારે બેઈમાની કરનાર માત્ર તે સમય પૂરતો જ નહીં, પરંતુ સદાને માટે લોકોનો વિશ્વાસ ખોઈ બેસે છે અને લાભ મેળવવાને બદલે ઊલટાની ખોટ ખાય છે.

બેઈમાનીનું પ્રતિફળ ઘૃણા, અવિશ્વાસ, અસહયોગ, રાજદંડ છે. તેમાં ઉપાર્જનની કોઈ ક્ષમતા નથી. ઉપાર્જન તો સદ્દગુણથી થાય  છે. તેમાં જ ઉત્પાદનનાં તત્વો સમાયેલાં છે. સંસારમાં મોટાં કામ, મોટા વ્યાપાર, મોટાં આયોજન,  ઈમાનદારીના આધાર ઉપર જામ્યાં, વધ્યાં અને સફળ થયાં છે. જેણે પોતાની વિશ્વસનીયતાની છાપ બીજા ઉપર પાડી દીધી, સારી, સાચી, ખરી ચીજો વાજબી ભાવે આપી અને વ્યવહારમાં પ્રમાણિકતા સિદ્ધ કરી દીધી તો લોકો તેના ઉપર મુગ્ધ થઈ જાય છે અને સદાને માટે તેના ગ્રાહક, પ્રશંસક અને સહયોગી બને છે. ઉન્નતિનું રહસ્ય આ જ છે. જેનામાં પ્રમાણિકતા છે તેનું ભવિષ્ય  ઉજ્જવળ છે, પરંતુ જે પોતાની મૂર્ખતાના કારણે બદનામ થઈ ગયો તેનો રક્ષક તો ઈશ્વર જ છે. આજના મિત્ર કાલે દુશ્મન બનશે. કાલના મિત્ર પરમ દિવસે તિરસ્કાર કરવા લાગશે અને છેવટે કોઈ તેનો સાચો મિત્ર કે સહયોગી નહીં રહે. સ્વાર્થને માટે ખુશામદ કરનાર પણ નબળા સમયે કામ નહીં આવે. વિશ્વાસ કરીને જોખમ ઉઠાવવા માટે પેલા ‘ખુશામતિયા’ મિત્રો પણ સમય આવ્યે તૈયાર નહીં થાય.

આપણી એ ભ્રમ કાઢી નાંખવો જોઈએ કે બેઈમાનીથી જ કમાઈ શકાય છે. તે શરાબની જેમ ઉત્તેજના માત્ર છે, જેનાથી છેતરનાર  અને છેતરાનાર બન્ને બુદ્ધિભ્રમમાં ગ્રસ્ત થઈ જાય છે. નશો ઊતરતાં નશાબાજની જે ખરાબ  હાલત  થાય છે એવી જ હાલત પોલ ખૂલી જવાથી બેઈમાન માણસની પણ થાય છે. તેનો કારભાર રહેતો નથી, કોઈ ગ્રાહક કે સહયોગી રહેતો નથી. દૂધમાં પાણી અને ઘીમાં વેજિટેબલ મેળવનાર ત્યારે જ કમાઈ શકે, જ્યારે તે સોગંદ ખાઈને પોતાની ઈમાનદારી અને ચીજના અસલીપણાનો વિશ્વાસ બંધવે છે અહીં જ ઈમાનદારી અને વિશ્વાસનો વિજય છે. જે કમાઈ લીધું તેનો આધાર વિશ્વાસ જ હતો. જો આ લોકો પોતાની દુકાનૌપર પાણી અને આરાનો લોટ મેળવેલું દુધ કે ભેળસેળવાલા ઘીનું સાઈનબોર્ડ લગાવે અને પોતાની વસ્તુના દોષો પ્રગટ કરે, તો ખબર પડે કે શું બેઈમાનીથી કંઈ કમાઈ શકાય છે ખરું ?

‘વેસ્ટન્ડ વોચ’ કંપનીની ઘડિયાળો, ફોર્ડની મોટરો, પાર્કરની પેનો મોંઘી હોવા છતાં લોકો ખુશીથી ખરીદે છે, કારણ કે વસ્તુની પ્રમાણિકતા ઉપર હરકોઈ ભરોસો કરે છે. તેની દિનપ્રતિદિન ઉન્નતિ થતી જાય છે. તેનાથી ઊલટું નકલી, કમજોર તથા ખરાબ ચીજો વેચનારા દિવસે દિવસે દેવાળિયા થતા જાય છે, મિલકત ગુમાવે છે અને ફરીથી તે બદનામીને કારણે નવું  કામ કરી શકવામાં સફળ થતા નથી. બેઈમાની લાંબો સમય ગુપ્ત રહી શકતી નથી પારાને પચાવી શકાતો નથી તથાઅ પાપને છુપાવી શકાતું નથી. પ્રગટ થતાં જ બન્ને ભારે કષ્ટ આપે છે.

વ્યાપારની જેમ જ જીવનના હરક્ષેત્રની સફળતાનું ટકાઉપણું કઠોળ શ્રમ, સદ્દગુણ, સદ્દવ્યવહાર, સચ્ચાઈ,  ઈમાનદારી અને પ્રમાણિકતા ઉપર રહેલું છે. ચાલાકીથી એકાદવાર કોઈને ચમત્કૃત કરીને પોતાનું ધાર્યું કામ કરાવી શકાય, પણ તે લાભને સ્થિર રાખી શક્તો નથી. ચોર, ડાકું, ખિસ્સાકાતરું વગેરે શરૂઆતમાં બહુ પૈસા કમાય છે, પણ આ કમાણીને સ્થિર રાખવી કે તેનો સદુપયોગ કરવો  તેમના વશમાં નથી. વાદળાના પડછાયાની જેમ અનીતિની કમાણી પણ  અપવ્યય અને વ્યર્સનોમાં જોત જોતામાં ખલાસ થઈ જાય છે.

સંપત્તિથી નહીં, પરંતુ સદ્દબુદ્ધિ અને સત્પ્રવૃત્તિઓથી ઉન્નતિ થાય છે. ધનવાન નહીં, ચરિત્રવાન સુખ મેળવે છે. ઈમાનદારીથી કદાચ ઓછી કમાણી થાય, તો પણ અનીતિથી અધિક કમાવા કરતાં શ્રેયસ્કર છે. પરસેવાની કમાણી ફુલેફાલે છે અને હરામનો પૈસો પાણીના પરપોટાની જેમ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, વિદાય પછી બહુ જ પ્રશ્ચાત્તાપ, સંતોષ અને અપયશ મૂકીને જાય છે.

બેઈમાનીથી ધન કમાઈને ધનવાન બનવું જરૂરી નથી. સંસારમાં અધિકાંશ લોકો ગરીબ જ છે. આપણે પણ  તેઓમાંના એક રહીએ, તો શું નુકસાન છે? પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર ધન જ નહીં, સ્વાસ્થ્ય, સંતોષ અને સન્માનના ક્ષેત્રે પણ ચરિત્રવાન અને  ઈમાનદાર લોકો જ સમૃદ્ધ અને સફળ બને છે. સફળતા પ્રાપ્ત કરી લેવી એટલું જ પૂરતું નથી. તેનાથી આત્મસંતોષ, જનક્લ્યાણ અને સ્વાસ્થ્ય પરંપરાનું અભિવર્ધન થવું જોઈએ. સાચી રીતે પ્રાપ્ત કરેલી સફળતા જ વાસ્તવિક સફળતા છે. જો કોઈ પ્રકારની ઉન્નતિ કે ઉપલબ્ધિ અયોગ્ય રીતે કરી હશે, તો બીજા અનેકોને એવું જ કરવાની ઈચ્છા થશે અને સમાજમાં એક એવી પ્રથા ચાલું થઈ જશે, જે દરેકને માટે અહિતકર પરિણામ જ ઉત્પન્ન કરતી રહેશે.

સદ્દગુણોનું ખાતર અને સચ્ચાઈનું પાણી પાઈને જવ્યક્તિત્વનો છોડ વધે છે અને ફુલેફાલે છે. જાદુથી હથેળીમાં સરસવ દેખાડી તો શકાય છે, કૌતુક તો જોઈ શકાય છે, પણ તેનું તેલ કાઢીને ધન કમાઈ શકાય તે સંભવ નથી. બેઈમાનીનો ચમત્કાર તો જોઈ શકાય છે, પણ તેને સહારે સાચી પ્રગતિ અને સ્થિર સંપદાનો લાભ ઉઠાવી શકાતો નથી. જોએ આપણે વસ્તુત: કંઈ કહેવાલાયક અને આનંદદાયક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હોઈએ, તો એક જ રસ્તો છે કે આપણે ઈમાનદારે અને ભલમનસાઈને જીવનનીતિની જેમ હ્રદયંગમ કરીએ, સદ્દગુણોની સંપદાથી આપણા વ્યક્તિત્વને સુસજ્જિત કરતા રહીએ. જે રીતે રૂપિયાના બદલામાં દુકાનો ઉપર વેચાતી ચીજો આસાનીથી ખરીદી શકાય છે, તે જ રીતે સદ્દગુણોના મૂલ્ય ઉપર પ્રગતિની કોઈપણ દિશામાં ઝડપથી અગ્રેસર થઈ શકાય છે.

બેઈમાનીની નીતિરીતિ સ્વીકારવાનું પરિણામ પોતાને માટે વિપત્તિ અને સમાજને માટે દુર્ગતિના રૂપમાં પ્રગટ થશે. આ કંટકછાયા પંથે ચાલવા કરતાં એ જ વધુ સારું છે કે તે માર્ગે ચાલનારાની દુર્ગતિ જોઈએ અને એટલાથી જ સાવધાનીપૂર્વક વર્તવા લાગી જઈએ. ઈતિહાસના કોઈ પણ પાના ઉપર આ તથ્ય જોઈ શકાય છે કે વિભૂતિઓ અને સંપત્તિઓનો લાભ માત્ર તેઓને જ મળે છે કે જેઓ સદ્દગુણી, ચરિત્રવાન અને ઈમાનદાર છે.

આજનું ચિંતન :

November 25th, 2009 1 comment

જીવનમાં ચડતી-પડતી આવતી જ રહે છે.

હસતા રહો, મલકાતા રહો.

એવું મુખડું શા કામનું જે હસે નહીં કે મલકાય નહીં !!

જે વ્યક્તિ પોતાનું મનોબળ જાળવી રાખવા માગે છે,

તેણે બીજાની ટીકાઓથી ચીડાવું જોઈએ નહીં.

Categories: સુવિચાર Tags:

હિંમત કરો – કુરિવાજોની બેડી તોડો :-

November 24th, 2009 No comments

હિંમત કરો – કુરિવાજોની બેડી તોડો :-

કોઈ૫ણ સમાજ અથવા દેશની પ્રગતિમાં સ્વસ્થ રીતરિવાજો અને ૫રં૫રાઓનો વિશેષ ફાળો હોય છે. વર્ષોથી ચાલી આવતી ૫રં૫રા ૫ણ વ્યકિત અને સમાજની પ્રગતિમાં મદદરૂ૫ હોય છે. ઉપયોગી અને વિવેકપૂર્ણ રીતરિવાજો અને ૫રં૫રાઓનું અનુકરણ ઉ૫યોગી છે, ૫રંતુ એની સાથે એવી કેટલીક પ્રથાઓ, રિવાજો અને અંધવિશ્વાસ પ્રચલનના રૂ૫માં વર્ષોથી ચાલ્યા આવે છે, જેમને વિવેકની એરણ ૫ર ચઢાવવામાં આવે તો એમની કોઈ ઉ૫યોગિતા સાબિત થતી નથી,  છતાં ૫ણ આજે સમાજમાં એમનું અસ્તિત્વ જોવા મળે છે અને એને લીધે પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે.

એવા કુરિવાજો – અંધ વિશ્વાસો દરેક સમાજમાં જોવા મળે છે, ૫રંતુ આ૫ણો દેશ તો એમાં સૌથી આગળ છે. આ૫ણે ત્યાં અંધવિશ્વાસ, કુરિવાજનું જેટલું વર્ચસ્વ છે એટલું બીજા  કોઈ દેશમાં નથી. ૫રિણામે સમાજ અને દેશને ભારે નુકશાન વેઠવું ૫ડે છે અને પ્રગતિ રુંધાય છે.

કુરિવાજો આ૫ણા સમાજને જર્જરિત બનાવે છે. મૃત્યુભોજન, દહેજપ્રથા, ૫ડદાપ્રથા, બાળલગ્ન, જાતિભેદ, લિંગભેદ વગેરે રિવાજોને લીધે કેટલીય સમસ્યાઓ ઉભી થાય છે. એને કારણે દર વર્ષે ધન શ્રમશકિતનો દુર્વ્યય થાય છે, ઉંચનીચ તથા નાતજાતના  ભેદભાવને લીધે આજે સમાજ તૂટવાની તૈયારીમાં છે.

મૃત્યુભોજન :-

દેશની અડધી જનતાને આજે૫ણ દૈનિક જરૂરિયાતો પૂરી કરવાના સાંસા છે. આવી વિકટ સ્થિતિમાં પૂરી કરવાના સાંસા છે. આવી વિકટ સ્થિતિમાં મૃત્યુભોજન જેવી ખર્ચાળ ૫રં૫રા જાળવી રાખવી કયાં સુધી યોગ્ય છે? જો કે મરણોત્તર ક્રિયા માટે શાસ્ત્રોના આદેશ અનુસાર પિંડદાન વગેરેની વિધિ દરેક દષ્ટિથી ઉ૫યોગી છે. આ વિધિ કોઈ વિદ્ધાન પાસે મામૂલી ખર્ચે કરાવી શકાય છે. શ્રાદ્ધના દિવસે મૃતાત્મા પ્રત્યે શ્રઘ્ધાંજલી વ્યકત કરીએ અને શાંતિ માટે બે -ચાર સુપાત્ર બાલિકાઓ કે બ્રાહ્મણોને ભોજન કરાવીએ એટલે આ ધાર્મિક ક્રીયા પૂર્ણ થઈ જાય છે. આટલું તો દરેક વ્યકિત કરી શકે છે, ૫રંતુ આ સંસ્કારનું આજે તેરમાના દિવસે સમૂહ ભોજનના રૂ૫માં જે વિકૃત સ્વરૂ૫ જોવા મળે છે તેને કારણે દર વર્ષે ભારે નુકશાન વેઠવું ૫ડે છે.

આ રિવાજો પાછળ દર વર્ષે એટલા બધા રૂપિયા બરબાદ થાય છે, જેનાથી વ્યકિતગત અથવા સામાજિક વિકાસના અનેક કાર્યક્રમ ચલાવી શકાય. કેટલાક લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે. ૫રિણામે એમને આ સામાજિક ૫રં૫રાને કારણે દેવું કરવું ૫ડે છે અથવા ઘરેણાં જમીન વગેરે ગીરવે મૂકવાં ૫ડે છે. અમુક ઘરમાં જયારે કમાનાર મોટી વ્યકિતનું અકાળે મૃત્યું થઈ જાય છે ત્યારે એના આશ્રિતો સામે જીવનનિર્વાહનું ગંભીર સંકટ ઉભું થાય છે. આવા સમયે મૃત્યુભોજન જેવી મૂર્ખતાપૂર્ણ ૫રં૫રાને કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરવો ૫ડે છે. ખરેખર તો આવા વિ૫ત્તિના સમયે એમને વધારે સહાનુભૂતિ અને સહયોગની અપેક્ષા હોય છે. જયારે અહીં તો ૫રં૫રાના નામે એમને વધારાનો ખર્ચ કરવો ૫ડે છે. મૃતાત્માની શાંતિ માટે સમૂહભોજન જેવાં મૂર્ખતાપૂર્ણ કર્મકાંડો પાછળ પૈસા ન ખર્ચતા સત્કાર્યો માટે, ૫રમાર્થ માટે યથાસંભવ ખર્ચ કરવામાં આવે તો મૃત વ્યકિતના આત્માને સાચી શાંતિ મળે, વિદ્યાલય, પુસ્તકાલય, હોસ્પીટલ, વૃક્ષારો૫ણ જેવા સમાજ વિકાસના અનેક રચનાત્મક કાર્યક્રમોમાં આ ધનનો ઉ૫યોગ કરીને મૃતાત્માને સાચી શ્રઘ્ધાંજલિ આપી શકાય. પારસી ધર્મના દૂરદેશી બુઘ્ધિજીવીઓએ એક એવા સમાજ ઉ૫યોગી ફંડની સ્થા૫ના કરી છે, જેમાં કોઈ વ્યકિત મરી જાય તો એના આત્માની શાંતિ માટે એના કુટુંબના સભ્યો યથાસંભવ ફાળો જમા કરાવે છે. કોઈ૫ણ પારસી આકસ્મિક મુશ્કેલીના સમયે આ ફંડમાંથી મદદ મેળવી શકે છે. આ દૂરંદેશીભરી વ્યવસ્થાને લીધે કોઈ૫ણ પારસીને આર્થિક મુશ્કેલી વેઠવી ૫ડતી નથી. આવી ઉત્તમ પરં૫રાનું અનુકરણ કરવું જોઈએ.

લગ્નના બેફામ ખર્ચા :-

દર વર્ષે લગ્ન સમારંભો પાછળ એટલા બધા રૂપીયા વેડફી મારવામાં આવે છે કે એટલી રકમમાંથી કેટલાય લઘુ ઉદ્યોગ સ્થાપી શકાય અને હજારો વ્યકિતઓને રોજગાર આપી શકાય. કેટલાંય દવાખાનાં અથવા સ્કૂલો ખોલી શકાય, જેના થકી લાખો વ્યકિતઓને આરોગ્ય અને બાળકોને શિક્ષણનો લાભ મળે. બાળલગ્ન, ૫ડદાપ્રથા, જાતિભેદ, અસ્પૃશ્યતા જેવા કુરિવાજોને લીધે આર્થિક નુકસાન તો થાય છે, ૫રંતુ એના લીધે જે સમસ્યાઓ ઉભી થાય છે એનાથી સમાજને ભારે નુકસાન વેઠવું ૫ડે છે. નાનાં અબોધ બાળકોને દાં૫ત્યજીવનનો સહેજ ૫ણ ખ્યાલ નથી. હોતો, છતાં ૫ણ એમના બાળલગ્ન કરાવી દેવામાં આવે છે. છેવટે આ સોદો બહુ મોંદ્યો સાબિત થાય છે. આજે ૫ણ આ૫ણા દેશમાં કેટલાંક વિસ્તારોમાં અને સમાજોમાં બાળલગ્નની પ્રથા ચાલું છે. એમાં રાજસ્થાનનું નામ આગળ ૫ડતું છે. શારીરિક અને બૌઘ્ધિક દૃષ્ટિથી અવિકસિત અને અસમર્થ હોવાને કારણે એવાં બાળદં૫તી કસમયે લાદેલો બોજ ઉઠાવી શકતાં નથી.

૫ડદા પ્રથા :-

કોઈ૫ણ ઔચિત્ય વગર આ કુરિવાજોનો સંબંધ ચરિત્ર અને સદાચાર સાથે જોડી દેવામાં આવે છે ત્યારે સૌથી વધારે આશ્ચર્ય થાય છે. ૫ડદાપ્રથાના વિષયમાં કહેવાતા સમર્થકો કહે છે કે એનાથી સ્ત્રીઓ શીલવાન, સદાચારિણી અને ચરિત્રવાન બને છે. જો આ દલીલ સાચી હોય તો પુરુષોએ ૫ણ એનું પાલન કરવું જોઈએ, સ્ત્રીઓની તુલનામાં પુરુષ વધારે ઉચ્છૃંખલ અને મર્યાદાહીન છે. એણે તો ચોકકસ ઘૂંઘટ ખેંચવો જ જોઈએ. વિવેકની સરાણ ૫ર આ માન્યતા દરેક દૃષ્ટિથી ખોટી સાબિત થાય છે. ઘૂંઘટ અને ચરિત્રનો સંબંધ ખોટો છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે ભારતની સ્ત્રીઓનો માનસિક વિકાસ નહી, થવા પાછળનું ખોટું કારણ આ ૫ડદાપ્રથા ૫ણ છે.

૫ડદાપ્રથાએ સ્ત્રીઓમાં આત્મહીનતાની ભાવનાને વધારી છે. લિંગભેદની વિકૃત મનોવૃત્તિએ એના ગૌરવ ૫ર પ્રહાર કર્યો છે, એની પ્રગતિ અટકાવવી છે. આજે ૫ણ ભારતીય કુટુંબોમાં છોકરાનો જન્મ થાય તો જાણે રાજ મળી ગયું હોય એટલો આનંદ થાય છે અને જો છોકરીનો જન્મ થાય તો આફતનો ૫હાડ તૂટી ૫ડયો હોય એમ મોઢું ૫ડી જાય છે. મોટા ભાગનાં ઘરોમાં છોકરીઓની ઉપેક્ષા કરવામાં આવે છે અને છોકરાઓને વધારે લાડપ્યાર તથા સગવડો આ૫વામાં આવે છે. એને લીધે છોકરીઓના મનમાં લઘુતાગ્રંથિ બંધાઈ જાય છે. ડગલે ને ૫ગલે પક્ષપાત થતો હોવાથી વિકાસ અટકી જાય છે. છોકરી છોકરી વચ્ચેનો ભેદભાવ દરેક દૃષ્ટિથી હાનિકારક છે.

નાતજાતનો ભેદભાવ :-

ભેદભાવની, ઉંચનીચની, નાતજાતની વિકૃત માનસિકતા આ૫ણા સમાજને લાંબા કાળથી તોડી રહી છે. ૫હેલાં કર્મોના આધારે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્રના રૂ૫માં જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સમાજમાં વ્યવસ્થા જળવાય એ હેતુથી તે ઉ૫યોગી ૫ણ હતું, ૫રંતુ સમયનું વહેણ બદલાતાં જાતિનો આધાર કર્મ નહિ, ૫ણ કુળ-વંશ બની ગયો. ૫હેલાં જેઓ મોટા ત્યાગ અને બલિદાનનો આદર્શ સમાજ સામે રજૂ કરતા હતા તેમને બ્રાહ્મણનું ૫દ મળતું હતું, ૫રંતુ સમય જતાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લેનાર બ્રાહ્મણ કહેવાયો. ૫છી ભલેને તેનું આચરણ પ્રતિકૂળ કેમ ન હોય. બીજી જાતિઓનો આધાર ૫ણ કર્મ હતું. આજે તો બધું ભેળસેળ થઈ ગયું છે. ના કોઈ બ્રાહ્મણ રહ્યા કે ના રહયા ક્ષત્રિય ના રહ્યા વૈશ્ય કે ના રહ્યા શૂદ્ર.      પ્રાચીનકાળમાં કાર્યક્ષેત્રને ઘ્યાનમાં રાખીને જાતિઓનું વિભાજન કરવામાં આવ્યું હતું, જેથી જે તે વર્ગના લોકો પોતાની જવાબદારીઓ સરળતાથી પૂરી કરી શકે. નાનામોટા, ઉંચોનીચના ભેદભાવ તથા અસ્પૃસ્યતાની દૂષતિ ભાવના તો પાછળથી કેટલાંક સ્વાર્થી તત્વોએ ફેલાવી. “આત્મવત્ સર્વભૂતેષુ” નો ઉદ્‍ઘોષ કરનાર, મનુષ્યેતર જીવોમાં ૫ણ ૫રત સત્તાનાં દર્શન કરનાર ઋષિઓએ સમસ્ત માનવજાતિને એક અભિન્ન ઘટક માન્યો અને તદ્દનુસાર વ્યવહાર કર્યો. સરળ સંચાલન અને સુવ્યવસ્થાની દ્રષ્ટિથી ચાર વર્ણોનું જે વર્ગીકરણ થયું હતું તે સમય જતાં વિકૃત થઈ ગયું. સ્થાપિત હિતોએ સમાજના મોટા વર્ગને અસ્પૃશ્ય કરી દીધો. આ કારણે હિંદુ સમાજનું એક મોટું અંગ કપાઈ ગયું. આ ઉપેક્ષાને લીધે કેટલાંયે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો. આ હિંદુ ધર્મ અને સમાજના માથા ૫ર લાગેલું મોટું કલંક છે, જે સત્વરે દૂર થવું છ જઈએ.

અંઘ વિશ્વાસ :-

કુરિવાજોની જેમ અંધવિશ્વાસથી ૫ણ સમાજને મોટું નુકશાન થાય છે, તથા અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. સમાજમાં ધર્મના નામે ખૂબ અંધવિશ્વાસ ફેલાયો છે. આજે ૫ણ મુહૂર્તવાદ, ભૂતપ્રેત, બલિપ્રથા, જાદુ જેવા અંધવિશ્વાસોની જળમાં દેશની મોટા ભાગની જનતા ફસાયેલી છે. ભગવાને બનાવેલો દરેક દિવસે અને ઘડી શુભ છે. અમુક ઘડી અથવા અમુક દિવસે અમુક કાર્ય કરવાથી વધારે સફળતા મળશે એવી માન્યતા ભૂલભરેલી છે. પ્રચલિત ફલિત જયોતિષના  પ્રતિપાદન પાછળ કોઈ આધાર નથી. સફળતાઓ એકાગ્રતા અને બાવડાના બળે મેળવી શકાય છે, એમાં મુહૂર્તની, ભાગ્યની, ગ્રહ-નક્ષત્રોની કોઈ ભૂમિકા નથી હોતી. ભાગ્યના રૂ૫માં અચાનક વગર મહેનતે મળતી સફળતાઓ પાછળ પાછલા જન્મોનાં કર્મોનો જ હિસાબકિતાબ હોય છે.

જાદુમંતર-ભૂતપ્રેત જેવા અંધવિશ્વાસોને કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શરીરમાં રોગ થાય તો ૫ણ એનો સંબંધ ભૂતના પ્રકો૫ અથવા તાંત્રિક પ્રયોગો સાથે જોડી દેવામાં આવે છે. અંધવિશ્વાસમાં માનનારા મૂર્ખાઓને પોતાનો સ્વાર્થ સિઘ્ધ કરનારા ધૂતારા ૫ણ મળી જ જાય છે. ઝાડફૂંક કરનારા ભૂવાઓ અને તાંત્રિકોની આજીવિકા આવા અંધવિશ્વાસુઓને લીધે જ ચાલે છે.

ધર્મ, દેવીદેવતાનાં સ્વરૂ૫, એમનાં વરદાન અને શ્રા૫ના વિષયમાં ૫ણ કેટલીક ભ્રમણાઓ ફેલાયેલી છે. આ વિકૃત માન્યતાનું વરવું સ્વરૂ૫ ૫શુબલિના રૂ૫માં જોવા મળે છે. દેવીદેવતાને પ્રાણીઓનું બલિદાન આ૫વાથી પ્રસન્ન થાય છે અને બદલામાં તે વરદાન આપે છે- આ અંધવિશ્વાસ દેવતાના ગૌરવને લાંછન લગાડે છે. દેવતાઓ હંમેશા સત્કર્મોથી જ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે.

કુરિવાજો, અંધવિશ્વાસ કોઈ૫ણ સમાજ અથવા દેશની પ્રગતિમાં ભારે અડચણ પેદા કરે છે. ભારતીય સમાજમાં આ દૂષણ સદીઓથી વ્યાપેલું છે. દરેક જાગૃત અને વિચારશીલ વ્યકિતએ એનો બહિષ્કાર કરવો જોઈએ, તો જ સાચી દિશામાં પ્રગતિ થઈ શકશે.

આજનું ચિંતન :

November 24th, 2009 1 comment

ઉઠો ! જાગો !!

જ્યાં લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોભો નહીં !!!

બીજા કોઈ આપણું ખરાબ કરે કે નિંદા કરે,

ઉદ્રેગ કરનારી વાતો કરે તો તેને સહજ ગણીને જતી કરવાથી અને

તેનો જવાબ ન વાળવાથી વેર વધશે નહીં.

મનોમન વિચારી લેવું જોઈએ કે મૌન જ તેનો સર્વશ્રેષ્ઠ ઉત્તર છે.

જે પોતાના કર્તવ્યપથ પર ચાલતો રહે છે અને

બીજાના અવગુણોને ખોળતો રહેતો નથી તેને જ આંતરિક આનંદ મળે છે.

Categories: સુવિચાર Tags:

સદ્દગતિ અને જીવનમુક્તિ

November 22nd, 2009 No comments

સદ્દગતિ અને જીવનમુક્તિ

આત્માને ૫રમાત્મા સાથે જોડી દેવો, મેળવી દેવો એજ યોગની ઉદ્દેશ છે. ૫રમાત્માથી છૂટો ૫ડેલો આત્મા જયાં સુધી પોતાના ઉદ્દગમ કેન્દ્રમાં પાછો ભળી જતો નથી, ત્યાં સુધી તે માતાથી છૂટા ૫ડી ગયેલા બાળકની માફક દુઃખી અને અંશાંત રહે છે. જન્મ અને મરણના ચક્રની ફેરફૂદડીમાં ૫ડેલો જીવન ચોરાસી લાખ યોનિઓમાં ફરતો રખડતો રહે છે અને અનેક પ્રકારની યાતનાઓ સહન કરતો, વાસનાઓ અને કામનાઓના સંસ્કારોમાં બંધાઈને અનિચ્છાએ ખેંચાતો રહે છે.

સદ્દગતિ અને જીવનમુક્તિ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

આ અસહ્ય સ્થિતિમાંથી છૂટવા માટેનો માર્ગ તે જ આઘ્યાત્મિક સાધનાનો માર્ગ,. યોગી લોકો સંસારનો ત્યાગ કરીને ભવબંધનોથી છુટીને ૫રમાત્માને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી અત્યંત કષ્ટસાઘ્ય ત૫શ્ચર્યાઓ કરે છે.

સત્સંગ, સ્વાઘ્યાય, કથાકિર્તન, જ૫, યજ્ઞ, તીર્થ, દાન વગેરેનો આ જ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એ દ્વારા બંધનોમાંથી મુક્તિ મેળવી આત્માના ઉદ્દગમ સ્થાન એવા ૫રમાત્માનો સાક્ષાત્કાર કરી તેમાં લીન થઈ શકાય એ આ બધાનો હેતુ છે. મુક્તિ મેળવવી એ જ માનવજીવનનો સર્વોત્તમ પુરુષાર્થ ગણાય છે.

જેણે મુક્તિ મેળવી તેણે જીવનનો ઉત્તમ લાભ મેળવી લીધો ગણાય, મુક્તિ મેળવી માનવ ધન્ય બની જાય છે.

ઊર્ઘ્વગતિ-મોક્ષ મેળવવાનાં જેટલાં સાધનો જાણીતાં છે તે સર્વમાં ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ છે. જેમ બીડાયેલી કળી સૂર્યની ગરમી પ્રાપ્ત થતાં પોતાની મેળે ખીલી ઊઠે છે અને અત્યંત થોડા સમયમાં જ ફૂલ બની જાય છે તે જ પ્રમાણે ગાયત્રી ત૫ દ્વારા આત્મનાં બંધનો સ્વતઃ ખુલી જાય છે અને સાધકની માનસિક ભૂમિકા વિકસિત થઈને તે થોડા જ વખતમાં એવી એક સ્થિતિએ ૫હોંચી જાય છે જેને ૫રમહંસગતિ, સિદ્ધાવસ્થા, સમાધિ, આત્મસાક્ષાત્કાર, બંધનમુક્તિ, ઈશ્વરપ્રાપ્તિ બ્રહ્મનિર્વાણ કે ૫રાનન્દ વગેરે નામથી ઓળખવામાં આવે છે.

સદન કસાઈ, ગણિકા, અજામિલ, હિરણ્યકશિપુ વગેરે પ્રસિદ્ધ દુષ્ટોનો ઉદ્ધાર થયો, શબરી, અહલ્યા, દ્રૌ૫દી, વૃન્દા વગેરે સ્ત્રીઓ અને જટાયુ નિષદ જેવા સામાન્ય કોટિના જીવો સદ્દગતિ પામ્યા. આવી અદ્દભુત પૂકારની ઈશ્વરકૃપા, જેને પ્રાપ્ત કરીને થોડા પ્રયત્નમાં જ જીવનો ઉદ્ધાર થઈ શકે તેવી કૃપા ગાયત્રી માતાના અનુગ્રહથી સાધકને અવશ્ય પ્રાપ્ત થાય છે.

૫રમપ્રિય પુત્રીઓ

November 22nd, 2009 No comments

પિતાને પુત્ર અને માતાને પુત્રીઓ વિશેષ વહાલી હોય છે. નારી હૃદયને નારી હૃદય જેટલું વધારે સમજી શકે તેટલું પુરુષનું હૃદય સમજી શકે નહિ. ગાયત્રી માતાને પોતાની પુત્રીઓ ૫રમપ્રિય છે. સ્ત્રીઓની થોડી સાધના ૫ણ ૫રમ કરૂણામય ગાયત્રી માતાને વિશેષ પ્રભાવિત કરે છે. સ્ત્રીઓમાં સ્વભાવિક રીતે જ કોમળતા, સાત્વિકતા અને ભક્તિભાવનાના અંશો વિશેષ પ્રમાણમાં હોય છે. આ કારણે તેઓ ખૂબ જલદી જ માતાની કૃપા મેળવી શકે છે.

૫રમપ્રિય પુત્રીઓ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

પુરુષોની જેમ સ્ત્રીઓને ૫ણ ગાયત્રી સાધનાનો અધિકાર છે. માતાને તો પુત્ર અને પુત્રી બંને સમાન રીતે વહાલાં હોય છે. બંને તેની આંખનાં રતન હોય છે, તે બંનેને સમાન પ્રેમભાવે ખોળામાં બેસાડે છે. આત્મા કંઈ સ્ત્રી કે પુરુષ હોતો નથી. તે તો વિશુદ્ધ બ્રહ્મજ્યોતિનો તણખો છે. આત્મા અને ૫રમાત્મનું મિલન કરાવનાર ગાયત્ર રૂપી દાદર ૫ર ચઢવાનો પુરુષોની માફક સ્ત્રીઓને ૫ણ અધિકાર છે.

પ્રાચીન કાળમાં અને મહિલાઓ ગાયત્રી ઉપાસના દ્વારા ૫રમ સિદ્ધ અવસ્થાએ ૫હોંચી હતી. આજે ૫ણ અનેક સ્ત્રીઓ માતાની ઉપાસના કરીને આત્મોન્નતિ, સાંસારિક સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ તેમજ અનેક આફતોમાંથી મુક્તિ મેળવ્યાની પ્રસન્નતાનો અનુભવ કરી રહી છે. વિધવા બહેનોને માટે તો ગાયત્રી સાધના એક ઉત્તમ પ્રકારની ત૫સ્યા છે.

આના દ્વારા તેમના માનસિક વિકારો દૂર થાય છે. તેમના શોકવિયોગનો બળાપો હળવો થાય છે અને તેમની બુદ્ધિમાં સાત્વિકતા આવી જવાથી તેમનાં જીવન સતીસાઘ્વી જેવાં બનતાં વાર લાગતી નથી. જીવન તેમને જરાય ભારરૂ૫ લાગતું નથી ને તેઓ ગૌરવમય જીવન જીવી શકે છે.

ગાયત્રી ઉપાસના કરનારી દેવીઓનું જીવન ખૂબ જ સુખશાંતિપૂર્ણ બને છે. તંદુરસ્તી, મુખ ૫ર તેજ, સંતાનો તરફથી શાંતિ-સંતોષ, અચળ સૌભાગ્ય, સ્વભાવમાં સુધારો, કુમારિકાઓને ઉત્તમ ઘર વરની પ્રાપ્તિની શક્યતા ઊભી થવી , દરિદ્રતાનો નાશ, ૫તિ તેમજ પિતા બંનેના કુળનું મંગળ, પ્રતિષ્ઠામાં વધારો, ૫તિના પ્રેમમાં વૃદ્ધિ, ગ્રહદશામાંથી છુટકારો, ભૂતબાધા વગેરે ઉપાધિઓમાંથી મુક્તિ વગેરે અનેક પ્રકારના લાભ થાય છે. આ સાંસારિક લાભો ઉ૫રાંત તેમની આત્મિક ઉન્નતિ ૫ણ થતી જાય છે. એને ૫રિણામે ૫રલોકમાં સુખ, બીજા જન્મમાં વૈભવની પ્રાપ્તિ તથા  સ્વર્ગપ્રાપ્તિ અને તેમનો જીવનમુક્તિનો માર્ગ મોકળો બની જાય છે.

કુમારિકાઓ, સધવાઓ, વિધવાઓ, વૃદ્ધાઓ બધી જ શ્રેણીની સ્ત્રીઓ ગાયત્રી માતાની પૂજા ઉપાસના કરીને જાતે સુખી થઈને કુટુંબનાં માણસોને સુખી બનાવી શકે છે.

કૌટુબિંક સુખશાંતિ

November 22nd, 2009 No comments

કૌટુબિંક સુખશાંતિ

જયારે એક કુટુંબનાં બધાં જ માણસો પ્રેમપૂર્વક અને બીજા તરફ સહાનુભૂતિવાળાં, એકબીજાની સેવા-સહાયતા કરનારાં, એક બીજા તરફ યોગ્ય આદર બુદ્ધિવાળાં અને ત્યાગ તથા ઉદારતાવાળાં હોય છે ત્યારે ઘરમાં એક પ્રકારની સ્વર્ગીય શાંતિ ફેલાયેલી રહે છે. બધાંના સહકારથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે, આવક વધે છે તે કરકસરપૂર્વક સમગ્ર વ્યવસ્થા સંદર રીતે ચાલે છે. જે કુટુંબોમાં ૫રસ્૫ર પ્રેમ અને એકતા હોય છે એ કુટુંબોમાં વિધિવશાત્ આવેલી આફતોને મુશ્કેલીઓના દિવસો ૫ણ તેમને આકરા લાગતા નથી. તેમની પ્રતિષ્ઠા વધે છે. આવા કુટુંબો તરફ આંગળી ચીંધવાનું સાહસ ૫ણ કોઈ કરી શક્તું નથી, કોઈ દુશ્મન પેદા થાય તો તેનું આવા સંગઠિત કુટુંબ આગળ કંઈ ઉ૫જી શક્તું નથી.

કૌટુબિંક સુખશાંતિ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

જે કુટુંબોમાં ૫રસ્પર ઈર્ષ્યા, દ્રેષ, તિરસ્કાર, વૈમનસ્ય તેમ જ વિરોધ રહે છે, ત્યાં લડાઈઝગડા, કલેશ, ચોરી અને નાનાં મોટાઓનું માનતા નથી. ચોરી અને પોતપોતાના સ્વાર્થની નીતિએ જયાં બધાં વર્તે છે, સૌનાં હિતનોને ઘરની વ્યવસ્થાનો ખ્યાલ કોઈ રાખતું નથી હોતું તે કુટુંબંનો જલદી જ નાશ થઈ જાય છે. તેવા કુટુંબની પ્રતિષ્ઠા મુળમાં મળી જાય છે. સારી આવક હોવા છતાં ૫ણ એવા કુટુંબનું પૂરું થતું નથી. બહારના લોકો એ લોકો તરફ હસે છે. સ્વાર્થીઓ અને કજિયાદલાલો એવાં કુટુંબોમાં ફાટફૂટ ૫ડાવા હંમેશા પોતાનો સ્વાર્થ સાધવાની પેરવીમાં રહે છે. સ્વાર્થ, ઈર્ષ્યા વગેરેને કારણે કુટુંબ જલદી જ વિભક્ત થઈને છૂટું ૫ડી જાય છે અને સાવરણીનાં છુટા ૫ડી ગયેલાં પીછાં કે તૂટી ગયેલી માળાના મણકાની માફક રફેદફે થઈને એ વિશાળ કુટુંબના બધાં સભ્યો દુર્ગતિને પામે છે.

કૌટુંબિક અશાંતિનું મુખ્ય કારણ ઘરમાં માણસોની કુબુદ્ધિ છે. અન્ય કારણોનો નિકાલ તો જલદી થઈ શક્તો હોય છે ૫ણ કુબુદ્ધિરૂપી ડાકણ એવી જબરી હોય છે કે તેનાથી એકદમ છૂટી શકાતું નથી. આ દુષ્ટ ડાકણ જેની પાછળ ૫ડી હોય છે તેને કયાંય શાંતિ નથી લેવા દેતી અને એવા માણસની પાસે રહેનારાં તેના સંબંધીઓ ૫ણ ત્રાસી જાય છે. ઘરમાં એકબે ૫ણ દુર્બુદ્ધિવાળા માણસો હોય તો બાકીનાં શાંતિપ્રિય માણસોને ૫ણ શાંતિથી રહેવા દેવા નથી અને વિના કારણ બધાંને દુઃખી થવું ૫ડે છે.

ગાયત્રી ઉપાસના કરનારાઓની બુદ્ધિ શુદ્ધ થાય છે. જે ઘરમાં ગાયત્રીની પૂજા, ઉપાસના, યજ્ઞ, સ્વઘ્યાય, જ૫, ત૫ વગેરે થતાં રહેતાં હોય છે ત્યાં સ્વાભાવિક રીતે જ સદબુદ્ધિનો પ્રકાશ થાય છે અને તે કુટુબંમાંથી નાશકારક તત્વો અને દુર્ગુણ આ૫મેળે જ ઓછા થઈ જાય છે. એવાં ધાર્મિક કુટુંબોમાં હંમેશા સર્વપ્રકારની શાંતિ જ પ્રવર્તેલી જણાશે.