ગાયત્રી મંત્ર, તેનો ભાવાર્થ
ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

ૐ – એ પરમાત્માનું આદિ નામ છેઓ (શ્રેષ્ઠ છે)
ભૂર્ – જે સર્વે પ્રાણીઓને જીવિત રાખે છે.
ભુવ: - જે પોતાના ભક્તનાં સર્વ દુ:ખો દૂર કરે છે.
સ્વ: – જે સર્વ જગતને ગતિ આપે છે. (ચલાવે છે)
તત્ - તે. (ભગવાન ભાસ્કર )
સવિતુર્ – સર્વ જગતને ઉત્પન્ન કરનાર.
તુરેણ્યમ્ -અત્યંત આનંદદાયક
ભર્ગો - તેજ (પ્રકાશ)
દેવસ્ય - દેવનું.
ધીમહિ – અમે ધ્યાન ધરીએ છીએ.
ધિયો - બુદ્ધિને.
યો – જે
ન: – અમારી
પ્રચોદયાત્ – પ્રેરણા કરે.
ભાવાર્થ * જે સર્વ પ્રાણીઓનું જીવન છે. જે પોતાના દરેક ભક્તોનો સર્વ દુ:ખોનું નિવારણ કરનાર અને જે સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર તેમજ ચલાવવનાર છે. તે ભગવાન સૂર્ય નારાયણના અત્યંત આનંદદાયક તેજ (પ્રકાશ) નું અમે ધ્યાન ધરીએ છીએ અને એવા ભગવાન સવિતાદેવ અમારી બુદ્ધિમાં પ્રેરણા કરો.
Categories: ગાયત્રી મંત્ર
Recent Comments